શું-શું જોવું પડશે? હવે ભીંડા ભરેલા સમોસા વેચાઇ પણ રહ્યા છે અને લોકો ખાઇ પણ છે

PC: food.ndtv.com

ભોજનને લઈને એક્સપરિમેન્ટ વર્ષોથી ચાલતા આવી રહ્યા છે. આ એક્સપરિમેન્ટ દ્વારા જ આપણને એકથી એક ચડિયાતી નવી ડિશ જોવા મળે છે. જેમાંથી કેટલાક હંમેશાં માટે ખાનપાનનો હિસ્સો બનીને રહી ગઈ છે. સમોસા આપણા ભારતીયોમાં ખૂબ જ પ્રખ્યાત છે, ભાગ્યે જ કોઈક એવી વ્યક્તિ હશે જેણે સોમોસાનો સ્વાદ નહીં માણ્યો હોય, પરંતુ હવે સમોસાની એક નવી વેરાયટી માર્કેટમાં આવી ગઈ છે, ભીંડા સમોસા. નામ સાંભળીને તમને લાગતું હશે કે આ મજાક છે, પરંતુ હકીકતમાં એવા સમોસા માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે જેની અંદર બટેટાની જગ્યાએ ભીંડા ભરવામાં આવે છે.

આ સમોસાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો એક તરફ એવા સમોસા બનાવનારને કોસી રહ્યા છે, તો એક વર્ગ એમ પણ પૂછી રહ્યો છે કે તેનો સ્વાદ ચાખવા ક્યાં જવું પડશે? ચાલો તો અમે આ આર્ટિકલમાં આગળ તમને જણાવી દઈએ કે આ ભીંડી સમોસા તમને ક્યાં મળી શકે છે. ભીંડી સમોસા કોઈ ફાઇવ સ્ટાર હોટલના શેફે તૈયાર કર્યા નથી, પરંતુ એ દિલ્હીના પ્રખ્યાત ચાંદની ચોકમાં રસ્તાની બાજુમાં લારી પર ચાટ વેચનારા વ્યક્તિના મનની ઉપજ છે.

તમારે આ સમોસા ખાવા માટે ચાંદની ચોક પહોંચવું પડશે. આ નવા સમોસાને બનાવવાનો વીડિયો એક ફૂડ બ્લોગરે પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે, જેને અત્યાર સુધી 11 લાખ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં રીતસરના ભીંડા ભરેલા સમોસા બનેલા દેખાડવામાં આવ્યા છે. આ વીડિયોને 7.7 હજાર કરતા વધુ લોકો લાઇક પણ કરી ચૂક્યા છે, જ્યારે સેકડો લોકોએ તેના પર કમેન્ટ કરી છે. વીડિયોના અંતમાં એમ પણ કહેવામાં આવે છે કે આ લારી ક્યાં લગાવવામાં આવે છે.

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા બધા ફેસબુક યુઝર્સને એ પણ ફરિયાદ છે કે તેમના પસંદગીના સમોસા પર એક્સપરિમેન્ટ કેમ કરી દેવામાં આવ્યું. એક યુઝરે લખ્યું કે, કાલે તેમાં કઢી પણ નાખી દેજે. અન્ય એક યુઝરે લખ્યું કે, એ ભયાનક લાગી રહ્યા છે. ત્રીજા એક યુઝરે લખ્યું કે, ભાઈ સાહેબ ઘાસના સમોસામાં પણ ખૂબ સ્વાદ હોય છે. અન્ય એક યુઝરે કહ્યું કે, હું આ કોમ્બિનેશનનો બહિષ્કાર કરું છું. તો અન્ય એક યુઝરે લખ્યું કે, તેના માટે ગુરુપૂરાણમાં અલગથી સજા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp