ચિકન ખાતા હો તો થઇ શકો આ ગંભીર બીમારીનો શિકાર, WHOએ આપી ચેતવણી

PC: thehansindia.com

જો તમે ચિકનના શોખીન છો અને ખૂબ જ સ્વાદ લઇને ખાઓ છો, તો જણાવી દઇએ કે તમારું મનપસંદ ભોજન તમને દુનિયાની 10મી સૌથી મોટી બીમારીનો શિકાર બનાવી શકે છે. એવુ અમે નથી કહી રહ્યા પરંતુ, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે અને સાથે જ લોકોએ તેને લઇને ચેતવ્યા પણ છે. WHOએ AMR એટલે કે એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સને 10માં સૌથી મોટા સ્વાસ્થ્ય જોખમો પૈકી એક ગણાવ્યું છે. તેમજ હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ચિકન ખાવાથી લોકો સૌથી વધુ ઝડપથી એએમઆરનો શિકાર થઈ રહ્યા છે. ચિકન પ્રોટીન, વિટામિન અને મિનરલથી ભરપૂર હોય છે, એવામાં આ પૌષ્ટિક ભોજન બીમારીનું કારણ શા માટે અને કઈ રીતે બની રહ્યું છે, તેના વિશે જાણી લો-

WHO અનુસાર, આમ તો ચિકન ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જોકે, તેના સેવનથી તમારા શરીરમાં એન્ટીબાયોટિક, એન્ટીવાયરલ, એન્ટીફંગલ, એન્ટીપેરાસિટિક્સ સહિત ઘણી બીજી જીવન રક્ષક દવાઓની અસર ઓછી થઈ શકે છે. તેનાથી શરીરમાં વિકસી રહેલી ગંભીર બીમારીઓની સારવાર ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ ઉપરાંત, WHOએ પોલ્ટ્રી ફાર્મમાં ખોટી રીતે બની રહેલા ચિકનને લઇને પણ લોકોને ચેતવ્યા છે.

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આજકાલ પોલ્ટ્રી ફાર્મમાં ચિકનને સારું ને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે વધુ એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવે છે, તેને કારણે તેની બોડીમાં સારી માત્રામાં એન્ટીબાયોટિક જમા થઈ જાય છે. તેમજ, આ દવાઓની સીધી અસર ચિકન ખાનારાઓ પર પડે છે. એક્સપર્ટ્સે જણાવ્યું કે, જ્યારે તમે એન્ટીબાયોટિકથી ભરપૂર આ ચિકનને ભોજનના રૂપમાં ખાઓ છો, તો તેમા રહેલા તમામ એન્ટીબાયોટિક તમારા શરીરમાં ટ્રાન્સફર થઈ જાય છે. તેના કારણે સમયની સાથે બોડીમાં એન્ટીબાયોટિકને લઇને રેસિસ્ટન્સ પેદા થવા માંડે છે અને બોડી પર એન્ટીબાયોટિક દવાઓ કામ કરવાનું બંધ કરી દે છે.

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ચિકન ખાવાથી તમે સૌથી વધુ ઝડપથી એએમઆરનો શિકાર બની શકો છો. ચિકનના સેવનથી તમારી બોડીમાં આવનારા એન્ટીબાયોટિક થોડાં સમય બાદ એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સની સ્થિતિમાં આવી જાય છે. એવામાં બોડી ઘણા પ્રકારના ઇન્ફેક્શનનો શિકાર બની જાય છે. એટલું જ નહીં, હેલ્થ એક્સપર્ટ્સે આ પ્રકારના ઇન્ફેક્શનની સારવાર પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp