સ્વિગી-ઝોમેટોના કરતા બાળકોને ઘરનું ભોજન ચાખવા દો! જાણો હાઈકોર્ટે આવું કેમ કહ્યું

PC: barandbench.com

કેરળ હાઈકોર્ટે કહ્યું કે, સ્વિગી અને ઝોમેટો દ્વારા રેસ્ટોરેન્ટ્સથી ઓર્ડર કરવાના સ્થાને બાળકોને ઘરે માતા દ્વારા બનાવેલ સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ લેવા દો. કોર્ટે કહ્યું કે, ડીજીટલ યુગે બાળકો માટે અશ્લીલ વીડિયો સુલભ બનાવી દીધા છે. સ્વિગી અને ઝોમેટો દ્વારા રેસ્ટોરાંથી ભોજન મંગાવવાના સ્થાને બાળકોને તેમની માતા દ્વારા બનાવેલ ભોજનનો સ્વાદ લેવા દો. બાળકો રમતના મેદાન અને માતા દ્વારા બનાવેલ ભોજનની સુગંધ સાથે ઘરે પરત આવે છે. હું આને માતા પિતાની સદ્બુદ્ધિ પર છોડુ છું.

ન્યાયાધીશે ચૂકાદો આપ્યો કે, અંગત સમયમાં બીજાને દેખાડ્યા વિના અશ્લીલ તસવીરો કે વીડિયો જોવા કાયદાકીય રીતે ગુનો નથી. કારણ કે આ વ્યક્તિગત પસંદનો મામલો છે. આ પ્રકારના કૃત્યને ગુનો જાહેર કરી શકાય નહીં. કારણ કે આવું કરવું કોઇ વ્યક્તિના અંગતમાં દખલ અને પસંદમાં હસ્તક્ષેપ છે.

પોર્નોગ્રાફીથી સંબંધિત ગુનાના એક કેસમાં સુનાવણી કરતા હાઈકોર્ટના જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણને માતા-પિતાને સલાહ આપી કે, તેઓ સ્વિગી અને ઝોમેટોના માધ્યમથી રેસ્ટોરેન્ટ્સથી ભોજન ઓર્ડર કરવાનું બંધ કરે. તેની સાથે જ કોર્ટે આ મામલાની સુનાવણી કરતા તે વ્યક્તિ સામેના ગુનાહિત આરોપો ફગાવી દીધા, જેને પોલીસ રસ્તા કિનારે ઊભા રહીને મોબાઈલ ફોન પર પોર્ન જોવાના આરોપમાં પકડી લાવી હતી.

કોર્ટે માતા-પિતાને પોતાના સંતાનો પર નજર રાખવાની સલાહ આપી. કોર્ટે કહ્યું કે, મોબાઈલ પર ખોટા વીડિયો જોવાથી બાળક બર્બાદ થઇ શકે છે. માટે મોબાઈલની આદતથી તેમને દૂર રાખવા.

કેરળ હાઈકોર્ટે મંગળવારે એક અગત્યાના ચૂકાદામાં માતા દ્વારા બનાવેલ ભોજનની પ્રશંસા કરતા કહ્યું કે, જો માતા-પિતા પોતાના બાળકોને ખરાબ આદતોથી દૂર રાખવા માગે છે તો તેમણે સ્વિગી-ઝોમેટોથી ભોજન ઓર્ડર કરવાના સ્થાને ઘરનું ભોજન કરાવો. ખાલી સમયમાં બાળકોને મેદાનમાં રમવા દો. જેનાથી બાળકોમાં મોબાઈલની લત પડશે નહીં.

હાઈકોર્ટની બેંચે કહ્યું કે, સ્વિગી અને ઝોમેટોના માધ્યમથી ખાવાનું મગાવવા કરતા બાળકોને તેમની માતાનું સ્વાદિષ્ટ ભોજન કરાવો. પોર્નોગ્રાફીથી સંબંધિત એક કેસમાં હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી અને આજના માતા-પિતાને સલાહ આપી હતી. હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે, અંગત રીતે બીજાને શેર કર્યા વિના કે પ્રદર્શિત કર્યા વિના પોર્નોગ્રાફી જોવી ભારતીય દંડ સંહિતાની ધારા 292 હેઠળ ગુનો માનવામાં આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp