26th January selfie contest

એક સમયે બીજાના ઘરોમાં બનાવતા હતા ખાવાનું, આજે કરે છે લાખોની કમાણી

PC: lokmat.com

માસ્ટરશેફ ઈન્ડિયામાં સોમવારના એપિસોડમાં ઉર્મિલા અશરને જોઈ તમામ કન્ટેસ્ટન્ટ્સના ચહેરા ખીલી ઉઠ્યા. ઓર્ગેનિક ફાર્મિંગ પર આધારિત એપિસોડમાં બાએ ફરી એકવાર પોતાના હાથથી બનેલા ગુજરાતી થેપલાના સ્વાદથી શેફ વિકાસ ખન્ના, રણવીર બરાડ અને ગરિમા અરોડાને ખુશ કરી દીધા. 78 વર્ષીય બા ભલે ઓછાં સમય માટે શોનો હિસ્સો રહ્યા પરંતુ, પોતાના ખુશનુમા સ્વભાવથી દર્શકોને પોતાના ફેન બનાવી દીધા. બાને જોઈ કોઈના પણ મનમાં તેમના વિશે જાણવાનો વિચાર આવે છે, તો આજના આ લેખમાં પોઝિટિવિટીથી ભરપૂર ઉર્મિલા બેનની સ્ટોરી જણાવવામાં આવી છે.

પાક કલાના પોપ્યુલર શો માસ્ટરશેફ ઈન્ડિયાની સાતમી સિઝનમાં કરચલીઓથી ભરેલી, સુંદર સ્માઈલવાળી વૃદ્ધ મહિલાએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. આ શોમાં આવ્યા બાદ ઉર્મિલા બા ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા પરંતુ, તમને એ જાણીને નવાઈ લાગશે કે એક સમયે બા ઘણા ઘરોમાં ખાવાનું બનાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને આજે તેઓ લાખો રૂપિયા કમાનારા એક સફળ બિઝનેસવુમન છે.

નાની ઉંમરમાં પતિ અને પોતાના ત્રણ બાળકોને ગુમાવ્યા બાદ કોઈપણ મહિલાની ધીરજ જવાબ આપી દે. પરંતુ, ઉર્મિલા બાએ હાર ના માની અને સંઘર્ષ કરીને પરિવારનું ભરણ-પોષણ કરવાની સાથે જ એક સફળ બિઝનેસવુમન પણ બની ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉર્મિલા બાની એક દીકરી અઢી વર્ષની હતી, જે ઘરના ત્રીજા માળેથી નીચે પડીને મરી ગઈ. એક દીકરાનું હાર્ટ એટેક આવવાથી નિધન થઈ ગયું, એક બ્રેન ટ્યૂમરથી મરી ગયો. એક મા માટે આના કરતા દુઃખદ સમય બીજો હોઈ જ ના શકે. પરંતુ, મુશ્કેલીઓની આગળ હથિયાર મુકી દેવાને બદલે ઉર્મિલા બાએ પોતાની આવડતને હથિયાર બનાવી લીધી.

ઉર્મિલા બાએ અથાણું બનાવવાની પોતાની હોબીથી શરૂઆત કરી અને પૌત્રએ પોતાની દાદી માટે ગુજ્જુ બેનના નાસ્તા નામની એક યૂટ્યૂબ ચેનલની શરૂઆત કરી. વર્ષ 2020માં કોરોના મહામારી બાદ થયેલા લોકડાઉન બાદ આ બધુ શરૂ થયુ હતું. પૌત્રએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જે જોતજોતામાં વાયરલ થઈ ગઈ અને ઉર્મિલા બા પાસે અથાણાની ડિમાન્ડ આવવા માંડી. 450 કિલો અથાણું બાએ બનાવ્યું અને ડિલિવર કર્યું. આ સાથે જ સ્પેશિયલ ચટણી અને ગુજરાતી નાસ્તાનું કામ શરૂ કર્યું. ડિમાન્ડ વધતી ગઈ, પછી પોતાનું એક આઉટલેટ પણ ખોલી લીધુ.

ક્લાઉડ કિચન વિશે કંઈ પણ ના જાણનારી બા તેના દ્વારા જ શાનદાર કમાણી કરી રહ્યા છે. બાને નાનપણથી જ ખાવાનું બનાવવાનો શોખ હતો. બા આશરે 40 વર્ષથી ખાવાનું બનાવવાનું કામ કરી રહ્યા છે. Zomato અને Swiggy પર બાના બનાવેલા નાસ્તાની જબરદસ્ત માંગ છે. બેટર ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, બા આશરે 45 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી કરે છે. આ અંગે બાએ કહ્યું કે, મને નથી ખબર કે બિઝનેસ કઈ રીતે થાય છે અને તેના દ્વારા કમાણી કઈ રીતે થાય છે પરંતુ, મને ખાવાનું બનાવવામાં આનંદ આવે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Sony LIV (@sonylivindia)

સારું ખાવાનું બનાવવાની કલાને જાદુગરી કહેનારા ઉર્મિલા બા પાસે એક મોટી ટીમ છે, જે તેમની મદદ કરે છે. બાના પૌત્ર હર્ષે MBA કર્યું છે, તેણે બાના બિઝનેસને આગળ વધારવામાં ભૂમિકા નિભાવી પરંતુ, સ્વાદ તો બાના હાથોમાં જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp