ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસોનો આવશે નિકાલ, ચીફ જસ્ટિસે લાગૂ કરી આ વ્યવસ્થા

PC: pipanews.com

બોલિવુડ ફિલ્મ દામિનીમાં સની દેઓલના ચર્ચિત સંવાદ તારીખ પર તારીખ ગુજરાત હાઈકોર્ટ પર લાગૂ થશે નહીં. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે હાઈકોર્ટમાં લાંબા સમયથી પડી રહેલા કેસોની સુનાવણીમાં ઝડપતા લાવવા માટે એક નવી વ્યવસ્થા લાગૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં 5થી 10 વર્ષ કે તેનાથી વધારે જૂના કેસોમાં 57 દિવસની અંદર ન્યાય મળશે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે 13,998 કેસોમાં તત્કાલ નિસ્તારણનો આદેશ આપ્યો છે. એક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આવનારી પહેલી સપ્ટેમ્બરથી 27 ઓક્ટોબર સુધીમાં દરેક કેસોની સુનાવણી પૂરી થયા પછી નિર્ણય લેવાશે. એટલું જ નહીં હાઈકોર્ટમાં એક નવો પ્રયોગ પણ કરવામાં આવશે. રાજ્યમાં વકીલોને ઈમેલ દ્વારા તારીખ મળશે. આ પ્રયોગને લાગૂ કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટે લાંબા સમયથી પડી રહેલા કેસોની સુનાવણીને લઇ અગત્યનો નિર્ણય લીધો છે. જેમાં દરેક કેસોમાં આવનારી સુનાવણીની તારીખ નિશ્ચિત કરાશે. તેના માટે સિસ્ટમ જનરેટેડ નેક્સ્ટ લિસ્ટિંગ ડેટ ઓનલાઇનથી રીતથી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને અન્ય સ્થાયી સમિતિના ન્યાયાધીશોને મંજૂરી આપી દીધી છે. હાઈકોર્ટે રજિસ્ટ્રાર જનરલ અનુસાર, જો કોઈ કેસમાં આવનારી તારીખ રજિસ્ટર્ડ કરવામાં આવશે નહીં તો પણ સિસ્ટમ પોતાની જાતે કેસની લિસ્ટંગ માટે તારીખ ફાળવી દેશે. એટલું જ નહીં હાઈકોર્ટમાં લાંબા સમયથી પડી રહેલા કેસોની સંખ્યા ઓછી કરવા માટે કેસોને 10 વર્ષથી જૂના કેસ, 5-10 વર્ષ જૂના કેસની સાથે પાંચ વર્ષ જૂના કેસોની વચ્ચે વહેંચવામાં આવશે.

આ નિયમોથી મળશે તારીખ

હાઈકોર્ટમાં લાગૂ કરવામાં આવેલી વ્યવસ્થા 31 ઓગસ્ટ 2023થી શરૂ થશે અને 1 સપ્ટેમ્બરથી તેનો અમલ થઇ જશે. કેસ કેટલો જૂનો છે તેના આધારે તેની લિસ્ટિંગની તારીખ મળશે. એવામાં 10 વર્ષથી વધારે જૂના કેસોને બે મહિનાની અંદર બીજી તારીખ મળશે. પાંચથી દસ વર્ષ જૂના કેસોને બે મહિનાથી ચાર મહિનાની અંદરની તારીખ આપવામાં આવશે. આજ પ્રકારે પાંચ વર્ષ જૂના કેસને ચારથી 6 મહિના પહેલાની તારીખ આપવામાં આવશે. આ સિસ્ટમ લાગૂ થવા પર ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ પર હવે નેક્સ્ટ લિસ્ટિંગ તારીખની વધારાની કોલમની સાથે કૉઝલિસ્ટના રૂપમાં એક નવી રિપોર્ટ વેબસાઇટ પર રહેશે. હાઈકોર્ટમાં લાગૂ થઇ રહેલી આ નવી વ્યવસ્થાથી લાંબા સમયથી પડી રહેલા કેસોમાં જલદી નિર્ણય આવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp