26th January selfie contest

ગુજરાતઃ સરકારી નોકરીનું રિઝલ્ટ 26 વર્ષ પછી આવ્યું, બે ઉમેદવારો પાસ થયા, પણ...

PC: telegraphindia.com

કોઇની કારકિર્દી કેવી રીતે ધૂળમાં મળી જાય છે તેનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે ઉમેદવારો સાથે જે થયું તે જાણીને તમને દુખ થશે. સરકારી નોકરી મળશે એવી આશાએ યુવાન વયે પરીક્ષા હતી, પરંતુ 26વર્ષ પછી એ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે 4માંથી 2 ઉમેદવાર પાસ થયા છે, પરંતુ અફસોસ કે રિઝલ્ટ આવતા સુધીમાં તેમની ઉંમર 58 વર્ષ પર પહોંચી ગઇ એટલે નોકરી મળે તેવી સ્થિતિ નથી.

ઘણા લોકો એવા હોય છે જેમને સરકારી નોકરી મળવાની આશા હોય છે અને ગુજરાતમાં તો આપણે જોયું છે કે નોકરીઓની પોસ્ટ નહીં નિકળવાને કારણે કે નોકરીના રિઝલ્ટ મોડા આવવાને કારણે અવારનવાર પ્રદર્શનો પણ થતા રહે છે.

ગુજરાતમાં સરકારી નોકરીઓની ભરતીને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરીક્ષા આપ્યા બાદ ચાર યુવકો પરિણામની રાહ જોતા રહ્યા. તે યુવાનથી વૃદ્ધ થઈ ગયા પણ તેમની સરકારી નોકરીનું પરિણામ આવ્યું નહીં, જે પરિણામ તેઓ જાણવા માંગતા હતા, હાઈકોર્ટના આદેશ બાદ જ્યારે તેમનું પરિણામ આવ્યું ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું, ચારમાંથી બે આ પરીક્ષા પાસ કરી હતી. હવે રિટાયરમેન્ટની ઉંમરે પહોંચી ગયેલા 2 ઉમેદવારોને દુખ છે કે પાસ થવા છતા તેમને નોકરી ન મળી શકી.

26 વર્ષ પહેલા એટલે કે 1997માં લેવામાં આવેલી પરીક્ષાના રિઝલ્ટના સીલબંધ કવર જ્યારે કોર્ટમાં ખોલવામાં આવ્યા. રિઝલ્ટ જોયા પછી હાઇકોર્ટે કહ્યું કે અરજી કરનાર જે કે ધાનાણીની ઉંમર અત્યારે 58 વર્ષની છે અને તેઓ સેવા નિવૃતિની નજીક છે. એ જ રીતે અરજદાર કે વી વડોદરિયા કે જેમણે ખેતી નિયામકની પરીક્ષા 1997માં આપી હતી અને તેઓ પાસ થયા છે.

ધાનાણી, વડોદરિયા, પી.ડી. વહારિયા અને વી.એ. નંદાણીયાએ ગુજરાત જાહેર સેવા આયોગ સામે અદાલતમાં અરજી કરી હતી કારણ કે ચારેયની વય મર્યાદા 30 વર્ષથી વધુ હોવાના આધારે કૃષિ વિભાગના નાયબ નિયામકની જાહેરાત કરાયેલી જગ્યાઓ માટેની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.

 

મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે તેના એક વચગાળાના આદેશમાં ચારેયને પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી. બેન્ચે કમિશનને એમ પણ કહ્યું હતું કે ચારેય પરીક્ષા એ શરતે આપશે કે તેમના પરિણામો કેસના નિકાલ સુધી રોકી રાખવામાં આવશે. પરંતુ અરજદારોને એવી ખબર નહોતી કે કેસ ચાલવામાં અઢી દાયકા જેટલો સમય જશે.

જ્યારે એવો સવાલ ઉભો થયો કે કેસના પરિણામ દ્વારા શું હેતુ પૂરો થશે અને શું પરીક્ષણ પરિણામ ધરાવતું સીલબંધ કવર ખોલવું જોઈએ? અરજદારના વકીલે કહ્યું કે, અરજદારો એ જાણવા ઉસ્તુક છે કે તેઓ એ પરીક્ષામાં પાસ થયા છે કે નહી.

ધાનાણીને જ્યારે ખબર પડી કે તેઓ પરીક્ષામાં પાસ થયા છે ત્યારે તેમના ચહેરા પર ખુશી આવી હતી, પરંતુ પળવારમાં ગાયબ થઇ ગઇ હતી, કરાણકે  નોકરી તો મળવાની નથી તો પરિણામનો કોઇ મતલબ નથી.

ધાનાણી અને વડોદરિયાના વકીલોએ બંને કોઈ પણ રીતે લાભ મેળવવાને પાત્ર છે કે કેમ તે અંગે ખુલ્લી દલીલો માંગી હતી. કોર્ટે આ અવલોકન સાથે અરજીનો નિકાલ કર્યો હતો કે બે દાયકા પહેલા જાહેરાત કરાયેલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની નિમણૂક હવે કરી શકાતી નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp