
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કારમાં પાછલી સીટ પર પણ સીટ બેલ્ટ પહેરવા પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, દરેક યાત્રીઓએ સીટ બેલ્ટ લગાવવું અનિવાર્ય થઇ જશે. તેની સાથે જ મંત્રીને આશા છે કે, હાલના નાણાંકીય વર્ષના આખર સુધીમમાં દરેક કારોમાં 6 એરબેગ જરૂરી કરવાના નિયમોને અંતિમ રૂપ આપવામાં આવશે. આ દરમિયાન સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી, નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો. તેમાં બોલીવુડ એક્ટર અક્ષય કુમારે અભિનય કર્યો અને ગાડીઓમાં છ એરબેગ કેટલા જરૂરી છે, તેના વિશે સમજાવ્યું.
લગભગ 1 મીનિટના આ વીડિયોમાં એક વ્યક્તિ કારમાં લગ્ન પછી પોતાની દિકરીને વિદાય આપયો હતો. ત્યારે એક પોલીસકર્મીની ભૂમિકા ભજવી રહેલો અક્ષય કુમાર વીડિયોમાં આવે છે અને કહે છે કે, તેમણે રડવું જ જોઇએ, કારણ કે, તે પોતાની દિકરીને એક એવી કારમાં વિદાય આપી રહ્યા છે, જેમાં ફક્ત 2 જ એરબેગ છે. ત્યાર બાદ વીડિયોમાં કહેવાઇ રહ્યું છે કે, કાર અંદર યાત્રા કરતા લોકો માટે 6 એરબેગ કેમ જરૂરી છે. ત્યાર બાદ તે પિતા પોતાની દિકરીને 6 એરબેગ વાળી બીજી કારમાં વિદાય આપે છે.
6 एयरबैग वाले गाड़ी से सफर कर जिंदगी को सुरक्षित बनाएं।#राष्ट्रीय_सड़क_सुरक्षा_2022#National_Road_Safety_2022 @akshaykumar pic.twitter.com/5DAuahVIxE
— Nitin Gadkari (@nitin_gadkari) September 9, 2022
સડક પરિવહન મંત્રાલયનું અનુમાન છે કે, જો સીટબેલ્ટ લાગેલી હોય તો છ એરબેગ હોય, તો 2020માં સડક દુર્ઘટનાઓમાં આમને સામને કે, સાઇડમાં ટક્કર લાગવાના કારણે માર્યા ગયેલા 39000 લોકોમાંથી કમસે કમ એક તૃત્યાંશ લોકોના જીવ બચી ગયા હોત. બે એરબેગ, એક ડ્રાઇવર અને તેની બાજુ વાળી સીટ માટે જ અનિવાર્ય છે. સરકારનું અનુમાન છે કે, ચાર એરબેગ જોડવા પર 75 ડોલરથી વધારની કિંમત નથી આવતી.
નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર કાર નિર્માતાઓ માટે રિયર સીટ બેલ્ટ માટે પણ અલાર્મ સિસ્ટમ લગાવવાનું અનિવાર્ય કરવા પર વિચાર કરી રહી છે. તેની સાથે જ દરેક નેશનલ હાઇવેને સુરક્ષિત બનાવવા માટે તેમનું ઓડિટ કરશે. ગડકરીએ કહ્યું કે, દરેક લોકો માટે જીવન સુરક્ષા જરૂરી છે. તેમણે કહ્યું કે, તેમણે વર્ષના અંત સુધીમાં એરબેગ નિયમને અંતિમ રૂપ આપવાની આશા વ્યક્ત કરી છે. ભારતીય ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના રોડ એક્સિડન્ટમાં નિધન બાદ સરકાર રોડ સેફ્ટી માટે કડક પગલા લેવા માટેની તૈયારીઓ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp