સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કહ્યું, હું લખીને આપું છું, હવે મોદી સરકાર નહીં આવે

PC: twitter.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે અનેક વાર વિવાદીત નિવેદન કરનાર જમ્મૂ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્પપાલ મલિક કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે 28 મિનિટ વાતચીત કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સત્યપાલ મલિકે રાહુલ સાથે પુલવામાં હુમલો, ખેડુત આંદોલન, MSP,જાતિગત વસ્તી ગણતરી, મણિપુર હિંસા જેવા અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. રાહુલ-સત્યાપાલની વાતચીતને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. મલિકે રાહુલ ગાંધીને કહ્યું હતું કે, હું લખીને આપુ છુ કે મોદી સરકાર હવે નહીં આવે.

રાહુલ ગાંધી સાથેની વાતચીતમાં સત્યપાલ મલિકે કહ્યું કે, મારું માનવું છે કે જમ્મૂ-કાશ્મીરના લોકોને જબરદસ્તીથી કે મજબુર કરીને ઠીક ન કરી શકો, લોકોના દિલ જીતવા પડે. મેં સરકારને કહ્યું છે કે તેમને આર્ટિકલ 370નો દરજ્જો જમ્મૂ-કાશ્મીરને પાછો આપો અને ચૂંટણી કરાવો.

રાહુલ ગાંધીએ જ્યારે પુલવામા હુમલા વિશે સવાલ પુછ્યો તો સત્યપાલ મલિકે કહ્યુ હતુ કે, હું એ તો નહીં કહીશ કે હુમલો તેમણે કરાવ્યો હતો, પરંતુ એ જરૂર કહીશ કે તેમણે ઘટનાને નજર અંદાજ કરી હતી અને તેમણે આ ઘટનાનો રાજકીય ઉપયોગ કર્યો હતો. મલિકનો ઇશારો ભાજપ સરકાર તરફ હતો. રાહુલ ગાંધીએ પોતાની વાત કરતા કહ્ય હતુ કે જ્યારે એરપોર્ટ પર શહિદોના પાર્થિવ શરીરને લાવવામાં આવ્યા હતા ત્યારે મને એરપોર્ટ પર એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. તે વખતે હું લડાઇ કરીને બહાર નિકળી શક્યો હતો.

સત્યયપાલ મલિકે પુલવામાં અંગે આગળ કહ્યુ કે, તે વખતે PM મોદીએ શ્રીનગર આવવાની જરૂર હતી. મેં તેમને ફોન કર્યો ત્યારે તેઓ એક શૂટિંગમાં વ્યસત હતા. સાજે તેમનો ફોન આવ્યો અને જ્યારે મેં ઘટના વિશે વાત કરી તો તેમણે કહ્યું કે તમારે કશું બોલવાનું નથી. એ પછી અજિત ડોભાલનો ફોન આવ્યો હતો કે, તમારે કશું બોલવાનું નથી. તપાસમાં અડચણ રૂપ થતું હશે તેમ માનીને હું કશું બોલ્યો નહોતો, પરંતુ તેમણે કશુ કર્યું નહીં.

 

રાહુલે કહ્યું કે મને લાગે છે કે ભારતની રાજનીતિમાં બે વિચારધારાની લડાઇ છે. એક ગાંધીવાદી અને બીજી RSSની. બંને હિંદુત્વનું વિઝન ધરાવે છે. ગાંધી વાદી વિચારધારા અહિંસા અને ભાઇચારાની વિચારધારા છે, જ્યારે RSSની નફરતની વિચારધારા છે. એ વિશે તમારું શું કહેવું છે? આ સવાલના જવાબમાં સત્યપાલ મલિકે કહ્યુ કે, મારું એ માનવું છે કે હિંદુસ્તાન એક દેશ તરીકે ત્યારે જ સર્વાઇવ કરી શકશે, જ્યારે લિબરલ હિંદુઇઝમના રસ્તા પર ચાલશે. એ મહાત્મા ગાંધીનું વિઝન હતું. તેઓ ગામ ગામ ગયા હતા ત્યારે એ વિઝન સુધી પહોંચ્યા હતા. દેશ આ વિચારધાર પર ચાલશે, તો જ ચાલી શકશે, નહીં તો દેશના ટુકડા થઇ જશે. આપણે હળી-મળીને લડાઇ ઝઘડા વગર સાથે રહેવાનું છે.

 

સત્યપાલ મલિકે કહ્યું, મારો અભિપ્રાય છે કે ગાંધી અને કોંગ્રેસનું વિઝન આપણા લોકોમાં ફેલાવવું જોઈએ. લોકોને જણાવો કે અમે તેમનાથી કેટલા અલગ છીએ. ભારતમાં કોઈપણ વ્યક્તિ રાજકારણમાં સક્રિય હોય તો તે માત્ર પોતાના માટે જ સક્રિય હોય છે, તે દેશ વિશે વિચારતો નથી.

મલિકે કહ્યુ કે એક સારી વાત છે કે લોકો હવે ટીવી જોતા નથી. હવે આપણી પાસે સોશિયલ મીડિયાનું માધ્યમ છે, પરંતુ એને પણ તેઓ દબાવવાની કોશિશ કરી રહ્યા છે. એના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા યુટ્યૂબ એકાઉન્ટને તેમણે દબાવી રાખ્યું છે.

રાહુલે કહ્યું કે જ્યારે હું સરકાર પર કોઇ પ્રેસર લાવવાની કોશિશ કરું છું ત્યારે તેઓ કઇંન કઇં કાઢી નાંખે છે. મેં જ્યારે ગૌતમ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો તો મને સંસદમાંથી કાઢી મૂક્યો. સંસદમાં સ્પેશિયલ સેશન લાવવમાં આવ્યું તો એ લોકો મહિલા આરક્ષણ બિલ લઇને આવ્યા, જે 10 વર્ષ પછી આવવાનું છે. ભલે પુલવામાનો મુદ્દો હોય, મહિલાઓનો મુદ્દો હોય એ લોકોની પાસે ચર્ચાને ભટકાવવાની સારી આવડત છે.

એના પર સત્યપાલ મલિકે કહ્યું કે, એ લોકો કોઇ પણ વસ્તુને ઇવેન્ટ બનાવી દે છે, પછી પોતાના પક્ષમાં ફાયદો ઉઠાવે છે. મહિલા આરક્ષણ બિલનું પણ એવું જ કર્યું. મહિલાઓમે કશું મળવાનું નથી, પરંતુ એ રીતે આખી વાતની રજૂઆત કરી કે જાણે તેમણે કોઇ મોટું કામ કરી નાંખ્યું છે. મલિકે કહ્યુ કે નવા સંસદ ભવનની કોઇ જરૂરિયાત નહોતી. પરંતુ PM મોદીને પોતાનો પથ્થર લગાવવો હતો એટલે નવું સંસદ ભવન બનાવ્યું, બાકી જુનુ હજું ઘણા વર્ષો સુધી ચાલે તેમ હતું.

રાહુલે કહ્યું કે જ્યારે તમે પુલવામાં અને ખેડુત આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે તમને CBI જેવી એજન્સીઓ મારફતે ધમકાવવામાં આવ્યા હતા. એના પર મલિકે કહ્યું કે, કાયદો એ છે કે જે ફરિયાદી હોય તેને સજા ન મળવી જોઇએ. મેં જેની સામે ફરિયાદ કરી હતી, તેની પુછપરછ ન કરવામાં આવી, પરંતુ મારી પુછપરછ માટે 3થી 4 વખત અધિકારીઓ આવ્યા હતા. મલિકે કહ્યું કે, મેં તેમને કહી દીધુ હતું કે, હું તો ફકીર છું, તમે મારું કશું બગાડી શકશો નહીં. મલિકે દાવો કર્યો કે અધિકારીઓએ કંટાળીને કહ્યું હતું કે, સાહેબ, અમે તો નોકરી કરીએ છીએ, અમારી મજબુરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp