રાષ્ટ્રપતિ મુર્મૂની સુરક્ષામાં ચૂક, મહિલા કોર્ડન તોડીને પગે લાગી, રિપોર્ટ મંગાયો

PC: money.bhaskar.com

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની રાજસ્થાન મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો છે. હેલિપેડ પર થ્રી લેયર સિક્યોરિટી તોડીને એક મહિલાએ રાષ્ટ્રપતિના ચરણ સ્પર્શ કર્યા. જોકે SPની સૂચનાથી મહિલાને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને છોડી મૂકવામાં આવી હતી. આ સમગ્ર મામલો પોલીસ દ્વારા રેકોર્ડ પર લેવામાં આવ્યો ન હતો અને દબાવી દેવામાં આવ્યો હતો. હવે ગૃહ મંત્રાલયે આ અંગે રિપોર્ટ માંગ્યો છે. સુરક્ષા ઘેરાને તોડીને રાષ્ટ્રપતિને પગે લાગનાર મહિલા પાણી પુરવઠા વિભાગની જુનિયર એન્જિનિયર હતી.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ 4 જાન્યુઆરીએ પાલીના નિમ્બલી બ્રાહ્મણ ગામમાં આયોજિત જાંબોરીના ઉદઘાટન માટે આવ્યા હતા. હેલિપેડ પર તેમની સુરક્ષા થ્રી લેયરમાં સુરક્ષાકર્મીઓ તૈનાત હતા. આ દરમિયાન અચાનક એક જુનિયર મહિલા એન્જિનિયર પ્રોટોકોલ તોડીને રાષ્ટ્રપતિના ચરણ સ્પર્શ કરવા આવી હતી.

મહિલાને રાષ્ટ્રપતિના સુરક્ષા કર્મચારીઓએ હટાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેણે મુર્મૂના પગને સ્પર્શ કરી લીધો હતો. આ પછી SP ગગનદીપ સિંગલાની સૂચના પર મહિલાને રોહત પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી, પરંતુ થોડા કલાકો પછી છોડી દેવામાં આવી હતી. મામલો રેકર્ડ પર લેવામાં આવ્યો ન હતો. હવે આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો.

રાષ્ટ્રપતિના ચરણ સ્પર્શ કરનાર  અંબા સિઓલ રોહતમાં 6 મહિનાથી પાણી પુરવઠા વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે કાર્યરત છે. તે છ વર્ષ પહેલા સરકારી નોકરીમાં જોડાઇ હતી. તેની ફરજ જાંબોરી સ્થળ પર પાણીની વ્યવસ્થા માટે હતી. 4 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પહેલા રાજ્યપાલ કલરાજ મિશ્રા અને મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ આ જ હેલિપેડ પર પહોંચ્યા હતા. આ પછી રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર આવે તે પહેલા ત્રણ સ્તરીય સુરક્ષા ઘેરી લેવામાં આવી હતી. પ્રોટોકોલ મુજબ CM, રાજ્યપાલ સહિત માત્ર 8 લોકો જ ત્યાં જઈ શકતા હતા.

પાલીના SP ડો. ગગનદીપ સિંગલાએ જણાવ્યું કે હેલિપેડ પાસે જ મહિલા જુનિયર એન્જિનિયરની ડ્યુટી હતી. તે પાણી પુરવઠા વિભાગમાં JENની પોસ્ટ પર છે. તે અચાનક ત્યાં પહોંચી ગઇ હતી. તેની  પૂછપરછ કરવામાં આવી હતી. તે સરકારી કર્મચારી હોવાથી કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો. ત્રણેય સેવાઓના કમાન્ડર-ઇન-ચીફની રક્ષા સેનાના રાષ્ટ્રપતિના બોડીગાર્ડ (PBG) યુનિટ દ્વારા કરવામાં આવે છે. પીબીજીમાં માત્ર સીમિત સૈનિકોની પસંદગી કરવામાં આવે છે. તેમાં ચાર અધિકારીઓ, 11 જુનિયર કમિશન્ડ ઓફિસર્સ અને 161 જવાનોનો સમાવેશ થાય છે. આઈબીના નિવૃત્ત જોઈન્ટ ડાયરેક્ટર કે. રામે કહ્યું કે રાષ્ટ્રપતિની સુરક્ષા ઉચ્ચ સ્તરની છે. પ્રોટોકોલ તોડવો એ મોટી ભૂલ છે. આવા કિસ્સાઓમાં આંતરિક તપાસમાં કારણો જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp