ભાવનગરના દિહોરમાં જ્યારે એક સાથે 10 અર્થી ઉઠી હતી તો આખું ગામ હિબકે ચઢ્યું

PC: jagran.com

ભાવનગરમાં ગુરુવારે બપોરે જ્યારે એક સાથે 10 અર્થી ઉઠી તો આખુ ગામ હિચકે ચઢ્યું હતું. ગામના લોકો જ્યારે ભાવનગરથી મથુરા ખાનગી બસમાં દર્શન કરવા માટે નિકળ્યા હતા ત્યારે રાજસ્થાન પાસે અકસ્માત નડ્યો હતો. 10 લોકોની અંતિમ યાત્રામાં આખું ગામ જોડાયું હતું

રાજસ્થાન પાસે બુધવારે વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલ્સની બસને પાછળથી આવી રહેલી ટ્રક એટલી જોરદાર ભટકાઇ ગઇ હતી કે મૃતદેહો રસ્તા પર વેરણ છેરણ થઇ ગયા હતા. રસ્તા પર ઉભેલી બસને ટ્રકે 30 ફુટ દુર ધકેલી દીધી હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગરના તળાજાથી મથુરા જતી બસને રાજસ્થાન પાસે અકસ્માત નડયો છે અને તેમાં 12 લોકોના મોત થયા છે. અકસ્માતની કરુણાંતિકા એવી છે કે બસમાં ડીઝલની ફાટેલી પાઇપને જોવા માટે મુસાફરો નીચે ઉતર્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલી કારે 12 લોકોને કચડી માર્યા અને બસનો પણ કચ્ચરઘાણ વાળી દીધો હતો. ટ્રક ડ્રાઇવર ફરાર થઇ ગયો છે. હજુ 20 ઓગસ્ટે ઉત્તરાખંડની યાત્રા કરવા ગયેલા ભાવનગરના 7 લોકોના મોત થયા હતા.

ભાવનગરથી ઉપડેલી એક ખાનગી બસ મથુરા જવા નિકળી હતી અને મથુરા પહોંચવામાં એક કલાકની જ વાર હતી, પરંતુ રાજસ્થાનના હંતરા ગામ પાસે બસમાં ખામી ઉભી થતા બસને ઉભી રાખવામાં આવી હતી. બસની ડીઝલની પાઇપ ફાટી હોવાનું જાણ થતા મુસાફરો જોવા માટે નીચે ઉતર્યા હતા, પરંતુ તેમને શું ખબર કે તેમનું બસમાંથી નીચે ઉતરવું અંતિમ પડાવ હશે.

મુસાફરો બસ પાસે ઉભા હતા ત્યારે રાતના અંધારમાં પુરઝડપે આવેલી એક ટ્રકે બસનો કચ્ચરઘાણ વાળી દીધો હતો અને તેમાં 12 લોકોના મોત થયા હતા.

જાણવા મળેલી માહિતી મુજબ ટ્રકની સ્પીડ એટલી વધારે હતી કે તેણે બસને 30 ફુટ જેટલી આગળ ધકેલી દીધી હતી. અચાનક બસમાં ઉથપલપાથલ મચી જતા સુતેલા લોકો જાગી ગયા હતા અને ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ઘટના વહેલી સવારે 4 વાગ્યે બની છે.મોતને ભેટેલા 12 લોકોમાંથી 7 પુરુષો અને 5 મહિલાઓ હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે રાજસ્થાનમાં થયેલ માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય ગુજરાત સરકાર કરશે. દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઇજાગ્રસ્ત યાત્રિકોના સ્વજનોની પડખે છે

મૃતકોની યાદીઃ અન્નુભાઈ ગ્યાની (55 વર્ષ), નંદરામભાઈ ગ્યાની (68 વર્ષ), લલ્લુભાઇ ગ્યાની, ભરતભાઇ ભીખાભાઇ, લાલજીભાઇ મનજીભાઇ, અંબાબેન ઝીણાભાઇ, કામ્વૂબેન પોપટભાઇ, રામૂ બેન ઉદાભાઇ, મધુબેન, અરવિન્દ ભાઇ દાગી, અંજૂબેન થાપાભાઇ, મધૂબેન લાલજીભાઇ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp