ગુજરાતના રાક્ષસો જોવઃ 13 વર્ષની છોકરીને દુલ્હન બનાવી 8 વર્ષમાં 15 પુરુષોને વેચી
ગુજરાતમાં મોટા પાયે સગીર છોકરીઓના અપહરણ અને વેચાણની ઘટના પ્રકાશમાં આવી છે. માનવ તસ્કરીની આ ઘટના આપણને ચોંકાવી દે છે. તપાસમાં બહાર આવ્યું છે કે, લગભગ 8 છોકરીઓને તેમના ઘરેથી અપહરણ કરીને વેચવામાં આવી હતી. જેમાંથી 13 વર્ષની સગીર છોકરી નિશા (નામ બદલેલ છે)ને છેલ્લા 8 વર્ષમાં 15 ઉંમરલાયક યુવકોને વેચી દેવામાં આવી હતી. તે પુરુષોની ઉંમર 30 થી 45 વર્ષની હતી. નિશાને દરેક વખતે દુલ્હન તરીકે રજૂ કરવામાં આવી હતી અને 15 પુરુષો સાથે બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ રીતે તેનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હતું. આ ટોળકીએ યુવતીઓ સાથે લગભગ બેથી અઢી લાખમાં સોદો કર્યો હતો.
પોલીસનું કહેવું છે કે, પીડિત યુવતીઓની સંખ્યા 8થી વધુ હોઈ શકે છે. આ ટોળકી દરેક યુવતીની વારંવાર સોદાબાજી કરતી હતી. આ રેકેટના માસ્ટર માઇન્ડ અશોક પટેલે નિશાનો ઉપયોગ કરીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની અન્ય 15 જેટલી યુવતીઓનું અપહરણ કરીને તેમને વેચી દીઘી હતી. નિશા પીડિતોમાંથી એક છે. બાકીની છોકરીઓ વિશે હજુ કંઈ પણ જાણવા મળ્યું નથી. દરેકે દરેક છોકરી ગુમ છે.
જ્યારે પોલીસે 11 મેના રોજ ગુમ થયેલી કિશોરી (નિશા)ને શોધી કાઢી ત્યારે આ રેકેટનો પર્દાફાશ થયો હતો. તે અમદાવાદ જિલ્લાના કણભા ગામમાંથી ગુમ થઈ ગઈ હતી. તેને 13 મેના રોજ ગાંધીનગર નજીકના બોરૂ ગામમાંથી બચાવી લેવામાં આવી હતી. તેની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. આટલું જ નહીં તેના દર વર્ષે બે પુરુષો સાથે બળજબરીથી લગ્ન કરાવવામાં આવતા હતા. બાળકી મળી ગયા પછી જાણવા મળ્યું હતું કે, આ રેકેટનો માસ્ટર માઈન્ડ અશોક પટેલ, તેની પત્ની રેણુકા, તેમનો પુત્ર અને રૂપલ મેકવાન નામની મહિલા છે, જેઓ ઓઢવ વિસ્તારના રહેવાસી છે. હાલ પોલીસે તેના સાગરિતો મોતી સેનમા, અમરતજી ઠાકોર અને ચેહરસિંહ સોલંકીની ધરપકડ કરી છે. રાજ્યમાં મોટા પાયે માનવ તસ્કરી થઈ રહી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગુમ થયેલી 8 છોકરીઓમાંથી 7 હજુ પણ શોધી શકાતી નથી. પોલીસનું માનવું છે કે, આ સંખ્યા હજુ વધારે હોઈ શકે છે.
આ કેસમાં પોલીસ અધિકારીનું કહેવું છે કે, અશોક પટેલે અમદાવાદથી નિશાનું અપહરણ કર્યું હતું. ત્યારપછી તેણે નિશાનું ત્યાં સુધી શોષણ કર્યું, જ્યાં સુધી તે તેની વાતનો અમલ કરવા માટે સંમત ન થઈ. તેણે નિશાને લોકોની સામે દુલ્હન તરીકે રજૂ કરી અને તેનો સોદો કર્યો. 15 જેટલા લોકોએ બળજબરીથી તેના લગ્ન કરાવ્યા હતા. જેણે તેની સાથે ગંદા કામો કર્યા. આ પછી, તેણે નિશાનો ઉપયોગ કરીને બાકીની છોકરીઓનું અપહરણ કરવાનું શરૂ કર્યું. અશોક દ્વારા વેચવામાં આવેલી મુંબઈની યુવતીની પણ પોલીસ શોધમાં છે. પોલીસનું કહેવું છે કે 'અશોક મહારાષ્ટ્ર અને રાજસ્થાનના માનવ તસ્કરોના સંપર્કમાં હતો અને આ સંદર્ભમાં હજુ તપાસ ચાલી રહી છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp