- Gujarat
- માએ મોબાઈલ છીનવી લેતા 13 વર્ષની છોકરીએ હત્યાનું કાવતરુ ઘડ્યું, સમાચાર ડરાવી દેશે
માએ મોબાઈલ છીનવી લેતા 13 વર્ષની છોકરીએ હત્યાનું કાવતરુ ઘડ્યું, સમાચાર ડરાવી દેશે
પશ્ચિમ અમદાવાદમાં રહેતી 45 વર્ષીય કોમલ પરમાર (નામ બદલ્યું છે)એ એક દિવસ ખાંડના ડબ્બામાં કંઈક અજુગતું જોયું. તેણે ખાંડને સુંઘતા કંઈક ગંધ આવતા તેને ફેંકી દીધી. આવું એક-બે વાર નહીં પણ ઘણી વાર બન્યું. તેને આશ્ચર્ય થયું કે, રસોડાના ડબ્બામાં રાખેલી ખાંડમાં શું છે. જ્યારે તેણે તેનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું, ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ. બાથરૂમમાં પણ, ફ્લોર પર હંમેશા થોડો ચીકણો પ્રવાહી પદાર્થ તેણે જોવા મળતો હતો. તેમને જાણવા મળ્યું કે તેમની 13 વર્ષની પુત્રી ખાંડમાં બાથરૂમ ક્લીનર અને ફિનાઈલ જેવા પદાર્થો ઉમેરી રહી છે. માત્ર 13 વર્ષની દીકરીનું આ વર્તન તેમના માટે ખૂબ જ આઘાતજનક હતું. કાઉન્સેલિંગ કરાવ્યા પછી તેમને ખબર પડી હતી કે, તેની પુત્રી તેણે મારી નાખવા માંગતી હતી,કારણકે તે તેને મોબાઈલ આપતી ન હતી. તેને મોબાઈલની ખરાબ લત લાગી ગઈ હતી.
જ્યારે કોમલને તેની પુત્રીના આ કૃત્યની જાણ થઈ, તો તેણે હેલ્પલાઈન પર ફોન કર્યો. કાઉન્સેલરે કહ્યું કે, અમારી વાતચીત પરથી ખબર પડી કે, છોકરી માતા-પિતાને નુકસાન પહોંચાડવા માંગતી હતી. તે ઇચ્છતી હતી કે, તેઓ જંતુનાશક યુક્ત ખાંડનું સેવન કરે અથવા લપસણા ફ્લોર પર લપસીને તેમના માથાને ઇજા પહોંચે. અમને ખબર પડી કે, તેની માતાએ થોડા દિવસો પહેલા તેનો ફોન છીનવી લીધો હતો.
અભયમ 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલરે જણાવ્યું હતું કે, જ્યારે માતાએ તેની પુત્રી પાસેથી ફોન આંચકી લીધો ત્યારે તે હિંસક બની ગઈ હતી. બૂમો પાડવા લાગી, જીદ કરવા લાગી. આ દરમિયાન માતાએ તેને માર માર્યો અને ભવિષ્યમાં ક્યારેય મોબાઈલ ન આપવાની ચેતવણી આપી.

માતા-પિતાએ કાઉન્સેલરને જણાવ્યું કે, છોકરીએ લગભગ આખી રાત ફોન પર લાગી રહેતી હતી, મિત્રો સાથે ઓનલાઈન ચેટ કરવામાં અથવા સોશિયલ મીડિયા પર રીલ અથવા પોસ્ટ જોવામાં સમય વિતાવતી હતી. જેના કારણે તે અભ્યાસથી દૂર થઈ ગઈ હતી. તે કોઈની સાથે હળતી-મળતી નહોતી. તે આખો સમય મોબાઈલ પર જ પસાર કરતી હતી.
માતા-પિતા આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેમને આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. સલાહકારોએ કહ્યું કે, તેઓ વધુ આશ્ચર્યચકિત છે. બાળકી તેના માતા-પિતાની ખૂબ જ લાડકી અને પ્રિય છે, કારણ કે તે તેમના લગ્નના 13 વર્ષ પછી થઇ હતી. તે તેની એકમાત્ર સંતાન છે. શરૂઆતમાં તેનું રડવું તેઓ સહન કરી શકતા ન હતા. તેની તમામ માંગણીઓ પુરી કરતા હતા. તેને મોબાઈલ પણ અપાવ્યો હતો અને ધીમે ધીમે તેને મોબાઈલની લત લાગી ગઈ હતી.
અભયમ હેલ્પલાઇનના સંયોજક ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, પરંતુ હેલ્પલાઈન સાથેનો આ કોઈ અલગ કેસ નથી. 2020 પહેલા અથવા કહો કોવિડ રોગચાળા પહેલા, અમને એક દિવસમાં ભાગ્યે જ 3-4 કોલ આવતા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તે એક દિવસમાં 12-15 કૉલ્સ સાથે ત્રણ ગણો વધ્યો છે.
કાઉન્સેલરે ધ્યાન દોર્યું કે, વધુ ચિંતાજનક એ છે કે, આ પ્રવૃત્તિમાં બાળકો અને કિશોરો વધારે સંકળાયેલા છે. કુલ કૉલ્સમાંથી, લગભગ 20% કૉલ્સ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને લગતા છે.

