રામ કથામાંથી 52 લાખ ભેગા કરીને 14 વર્ષની છોકરીએ કર્યું રામ મંદિર માટે દાન

ગુજરાતની રહેવાસી ભાવિકા મહેશ્વરીએ નાની ઉંમરમાં રામ મંદિર માટે મોટું કામ કર્યું છે. ભાવિકા રામકથા કહે છે. હાલના દિવસોમાં ભોપાલમાં આયોજિત રામાયમ અધિવેશનમાં તે ગઈ છે.

14 વર્ષની છોકરીએ રામ મંદિર માટે કર્યું મોટું કામ, રામ કથામાંથી ભેગા કરેલા 52 લાખ રૂપિયાનું કર્યું દાન ભોપાલના માનસ ભવનમાં આયોજિત 3 દિવસીય પંચમ આંતરરાષ્ટ્રીય રામાયણ અધિવેશનમાં દેશ વિદેશમાંથી લગભગ 80 સંશોધકો સામેલ થયા છે. ઘણા દેશોમાંથી આવેલા સંશોધકોએ રામ અને રામાયણ પર પોતાના પેપર પણ રજૂ કર્યા છે. સુરતમાં રહેતી માત્ર 14 વર્ષની ભાવિકા મહેશ્વરી પણ ત્યાં રામાયણ પર પોતાનું પેપર આપવા ગઈ હતી. ભાવિકા એ છોકરી છે, જેણે રામાયણની કથા સંભળાવીને 52 લાખ રૂપિયા ભેગા કર્યા. સાથે જ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દાન કર્યા છે.

અધિવેશનમાં પેપર રજૂ કરનાર ભાવિકા મહેશ્વરીએ કહ્યું કે, રામાયણ અધિવેશનમાં મને પણ તક મળી. હું પણ મારું પેપર અહીં વાંચી શકું છું. રામાયણમાંથી લીડરશિપ અને બિઝનેસની અંદર શું આપણને શીખવા મળે છે. જેમ કે, લીડરશિપની અંદર આપણને એ શીખ મળે છે. આપણે આપણા કર્મચારીઓને એ જણાવીએ કે આપણે કોઈનાથી ઓછા નથી. લોકોમાં ઘણી શક્તિ હોય છે. પોતાની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરો.

ભાવિકા મહેશ્વરીએ જણાવ્યું કે હું હાલમાં 14 વર્ષની થઈ છું. રામાયણ વાંચવાનો શ્રેય હું મારા માતા-પિતાને આપું છું. તેમણે મારા પર દબાણ નથી કર્યું. લોકડાઉનમાં તેમણે મને ભણાવી તો મને પણ ઘણો રસ પડ્યો. હું બે ત્રણ વર્ષની હતી, ત્યારે જ માતા-પિતા ઈચ્છતા હતા કે હું આધ્યાત્મિકતા કરું. હું સારી રીતે બોલતા શીખી જાઉં. પપ્પા હંમેશા કહેતા હતા કે જો તું બોલતા શીખી જઈશ તો ક્યારેય જીંદગીમાં દુઃખી નહિ થશે.

તેણે કહ્યું કે, યુટ્યુબ પર મારા વીડિયો જોશો તો મેં પાંચ વર્ષની હતી ત્યારથી બોલવાનું શરૂ કરી દીધું હતું. તે સમયથી મેં બોલવાનું શરૂ કરી દીધું હતું. હું હચમચી જતી હતી પણ સમજતી હતી કે હું શું બોલી રહી છું. હું જ્યારે 10 વર્ષની હતી ત્યારે મેં મોબાઈલ વ્યસન પર 10,000થી વધુ બાળકો સાથે પરસ્પર વાતચીત કરી હતી. પહેલા તો આજના બાળકો કાલનું ભવિષ્ય છે. મેં તેના પર એક વીડિયો સિરીઝ બનાવી હતી. પપ્પાએ સજેસ્ટ કર્યું કે આપણે આને પુસ્તકમાં કન્વર્ટ કરી દઈએ અને આ રીતે પુસ્તક બની ગયું.

આ સાથે જ ભાવિકાએ કહ્યું કે જુઓ રામાયણને ક્યારેય આપણે એ રીતે ન વાંચવું જોઈએ કે તે સનાતન ધર્મનું છે, હિંદુ ધર્મનું છે. રામાયણ આપણે એ વિચારીને વાંચવું જોઈએ કે તે એક જીવન જીવવાની રીત છે. તેમાં આપણને જીવન જીવવાની રીત જણાવવામાં આવી છે. ક્યારેય પણ આપણે આ વિચારમાં પડીશું તો પછી તો કંઈ જ નહીં થશે. પહેલા તો આપણે આ વિચારને દૂર કરીને એ વિચાર લાવવાનો છે કે, રામાયણ આપણને જીવન જીવવાની રીત જણાવે છે.

ભાવિકા મહેશ્વરીએ કહ્યું કે મેં દાન નથી કર્યું. આ સમર્પણ છે. સુરતમાં, અમે 14 જાન્યુઆરીથી રામ મંદિર માટે દાન એકત્રિત કરવાનું શરૂ કર્યું. ચાર મહિનામાં અમે સાત-આઠ કથાઓ કરી છે. તેમાંથી જે મળ્યું, તેને અમે રામ મંદિર માટે દાન કર્યું.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.