26th January selfie contest

હેવાનિયતની હદ થઇ: સુરેન્દ્રનગરમાં દોઢ વર્ષની છોકરીનું શબ કાઢીને કર્યો રેપ

PC: sanjsamachar.net

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટફાટ, ચોરી, મારામારી, બળાત્કાર, છેડતીના ગુનાઓ સતત વધતા જઇ રહ્યા છે, ખાસ કરીને જિલ્લામાં હવસખોરો બેફામ બની રહ્યા હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. થાન પંથકમાં હૃદય કંપાવી મુકે તેવી ઘટના બનતા હાહાકાર મચી જવા પામ્યો છે. પોલીસે એ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે, જેમાં એક છોકરીના શબને કબરમાંથી કાઢવામાં આવી અને તેની સાથે કથિત રીતે બળાત્કાર કર્યો.

પીડિતાના પરિવાર દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધાર પર કેસ નોંધવ્યા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. રવિવારે રાત્રે પત્રકારોને સંબોધિત કરતા સબઇન્સ્પેક્ટર વી.આઇ. થાનગઢના પોલીસ અધિકારીએ કહ્યું કે, પરિવારે ફરિયાદ કરી કે તેની દોઢ વર્ષની દીકરીનું શબ કબર બહાર કાઢવામાં આવ્યું અને તેમને શંકા છે કે કોઇને શબ સાથે ખોટી હરકત કરી છે.

પોલીસ દ્વારા શબને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલી દેવામાં આવ્યું છે. પીડિત પરિવારના જણાવ્યા મુજબ, જન્મ બાદ છોકરીને હૃદયની બીમારી હતી અને તેની સારવાર ચાલી રહી હતી. 25 ફેબ્રુઆરીના રોજ તેનું મોત થઇ ગયું, ત્યારબાદ પરિવારજનોએ પરંપરા મુજબ તેને કબ્રસ્તાનમાં દફનાવી દીધી. પોલીસ સ્ટેશનના અધ્યક્ષે જણાવ્યું કે, FSL રિપોર્ટમાં શબ સાથે દુષ્કર્મની પુષ્ટિ થવા પર IPCની કલમ 377 હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવશે.

એક રિપોર્ટ મુજબ બાળકીના પિતા દ્વારા ઘરની મહિલાઓને સાથે લઇ જઇ શંકાનુ યોગ્ય સમાધાન કરવા મૃતદેહની તપાસ કરતા મૃતદેહ સાથે કોઇ દ્વારા છેડછાડ કરી હોવાનુ જાણવા મળ્યું હતું. તેથી પોલીસ સ્ટેશન જઇ આ મામલે જાણ કરતા છોકરીના શબને થાનગઢ આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યું હતું, જ્યાં ડૉક્ટર દ્વારા તપાસ કરતા તેમણે જણાવ્યું કે વધુ સારી તપાસ બાદ કોઇ નિર્ણય પર પહોંચી શકાશે, જેથી મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવા કહેવામાં આવ્યું હતું, ત્યાબાદ થાનગઢ પોલીસને આ મામલે જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

18 મહિનાની બાળકીના હૃદયમાં કાણું હોવાથી છોકરીનું સારવાર દરમિયાન મોત થયા બાદ પરિવારજનો દ્વારા બાળકીના શબને દફનાવવામાં આવ્યુ હતું. ત્યારબાદ બીજા દિવસે એ બાળકીના પિતાના મોટાભાઇ, થાન નજીક આવેલા સ્મશાને પક્ષીઓને દાણા નાખવા ગયા હતા તે દરમિયાન જ્યાં 18 મહિનાની બાળકીના શબની દફનાવવામાં આવ્યું હતું તે જગ્યા ખુલ્લી નજરે પડતા મૃતક છોકરીના પિતાના મોટાભાઇ ચોકી ઉઠ્યા હતા અને આજુબાજુમાં શોધખોળ કરતા છોકરીનું શબ ખુલ્લી જગ્યામાંથી મળી આવ્યુ હતું. આ ઘટનાને લઇ અને તાત્કાલિક પરિવારજનોને જાણકારી આપતા, પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોલીસને પણ આ મામલે જાણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp