ભરૂચમાં પાણી પીતા જ મૃત્યુ પામ્યા 25 ઊંટ, આ કારણ હોવાની શંકા

ભરૂચ જિલ્લામાં પાણી પીધા બાદ 25 ઊંટોના મોત થવાના સમાચાર મળી રહ્યા છે. ઊંટોના ટોળાએ ગામની બહાર સ્થિત તળાવમાંથી પાણી પીધું હતું, ત્યારબાદ એકાએક તેમના મોત થવાની શરૂઆત થઈ. આ ઘટના વાગરા તાલુકાના કચ્છીપુરાની છે. કહેવામાં આવી રહ્યું છે કે, ક્રૂડ ઓઇલની પાઈપલાઇનમાંથી લિકેજ થવાથી પાણી ઝેરી થઈ ગયું છે અને આ જ કારણે ઊંટોએ જેવું જ પાણી પીધું તેમનું મોત થઈ ગયું. કચ્છીપુરા 250 લોકોની વસ્તી છે અને લગભગ 60 ઘરોવાળું એક ગામ છે.

ગામમાં માલધારી સમાજના લોકો રહે છે. માલધારી લોકો પશુપાલનની ગતિવિધિઓ સાથે સંકળાયેલા છે. ઊંટો દ્વારા જ તેઓ પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. ગામમાં પાણીની સમસ્યા પણ રહે છે અને જે પાણી આવી રહ્યું છે તે દૂષિત છે. ગ્રામજનોનું કહેવું છે કે, દૂષિત પાણીથી મોટા ભાગે લોકો બીમાર થઈ જાય છે અને ઘણા મોત પણ થઈ ચૂક્યા છે. વર્ષ 1916થી ઊંટોનું પાલન કરીને પારિવારિક વ્યવસાય કરી રહેલા ગામના એક 67 વર્ષીય રહેવાસી રહમાનભાઈ જાટે જણાવ્યું કે, ગામ પીવાના પાણીથી ઝઝૂમી રહ્યું છે.

તેમણે કહ્યું કે, અમને કેટલાક પ્રાઇવેટ સપ્લાયર્સ પાસેથી પાણીના ટેન્કર મળી રહ્યા હતા, પરંતુ તે છેલ્લા 2 મહિનાથી બંધ છે. અકળાવી મૂકે તેવી ગરમીથી રાહત મેળવવા માટે રવિવારે ગ્રામજનોએ ઊંટોને 5 કિલોમીટર દૂર સ્થિત ચંચવેલ તળાવ પર લઈ જઈ રહ્યા હતા, પરંતુ જ્યારે રસ્તામાં એક તળાવ પાસે પહોંચવા પર ઊંટોના એક બાદ એક મોત થવા લાગ્યા. ગ્રામજનોના જણાવ્યા મુજબ, 30 ઊંટોના મોત થઈ ચૂક્યા છે, જેમાંથી 25ના શબ જપ્ત કરવામાં આવ્યા છે.

એક સ્થાનિક સામાજિક કાર્યકર્તા મૂસાભાઈ અલી કચ્છીએ જણાવ્યું કે, પેયજળના પૂરતા પુરવઠા માટે સરકાર પાસે ગ્રામજનોએ વારંવાર અપીલ કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પહેલા પાણીના ટેન્કર આવતા હતા, છેલ્લા કેટલાક મહિનાથી તેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ પાણી ઝેરી કે દૂષિત હોવાના સ્પષ્ટ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની એક સતર્કતા ટીમ પૂરી તપાસ કરવા માટે સોમવારે ઘટનાસ્થળ પર પહોંચી હતી.

ભરૂચમાં GPCBના ક્ષેત્રીય અધિકારી માર્ગી પટેલે કહ્યું કે પ્રદૂષકના સંભવિત સ્ત્રોતના રૂપમાં આસપાસ કોઈ પણ રાસાયણિક ઉદ્યોગની ઓળખ કરી શક્યા નથી. વિસ્તારમાં ક્રૂડ ઓઇલ પાઇપલાઇન માટે ONGC કૂવો છે, પરંતુ તેનાથી લીકેજના કોઈ રિપોર્ટ મળ્યા નથી. જ્યાં ઊંટના શબ મળ્યા હતા, ત્યાંથી નમૂના એકત્ર કરી લેવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોત કારણોની જાણકારી મળી શકશે. ભરૂચમાં એક સરકારી પશુ ચિકિત્સા અધિકારી ડૉ. હર્ષ ગોસ્વામીએ 25 ઊંટોના મોતની પુષ્ટિ કરી છે. જો કે, તેમના મોતનું યોગ્ય કારણ અનિશ્ચિત છે. તપાસ ચાલી રહી છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.