સ્થાનિક સ્વરાજની સંસ્થામાં OBC માટે 27 ટકા અનામત, ગુજરાત સરકારની મોટી જાહેરાત

PC: facebook.com/irushikeshpatel

સ્થાનિક સ્વરાજની સંસ્થામાં OBC માટે 27 ટકા અનામત રાખવાની ગુજરાત સરકારે મંગળવારે મોટી જાહેરાત કરી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકામાં OBC માટે 27 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંગળવારે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ઝવેરી પંચના અનામત અંગેના રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં OBCને 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા 8 જુલાઈ 2022ના રોજ ઝવેરી પંચની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક રાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરો તેમજ રાજનીતિ પરિસ્થિતિ અનુસાર પંચને વિશ્લેષણ કરીને સંપૂર્ણ રિપોર્ટ માટે રાજ્ય સરકારે સૂચના આપી હતી. સમયાંતરે ઝવેરી પંચની મુદત વધતી ગઈ અને અંતે 13 એપ્રિલ 2023ના રોજ પાંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે કહ્યું હતું કે, ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ સ્વરાજ્યની સંસ્થાવાર અનામત આપી છે. જેમાં કુલ બેઠકો કરતા 50 ટકાથી વધે નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. SC-STની બેઠકો માટે કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રાજ્ય સરકારના પ્રવક્તા પટેલે આગળ કહ્યું કે, 9 જિલ્લા અને 61 તાલુકામાં આદિવાસી વસ્તી 50 ટકા કરતા વધારે છે. આ વિસ્તારોમાં વસતી પ્રમાણે બેઠક ફાળવવામાં આવશે. OBC માટે જે 10 ટકા બેઠકો છે તે યથાવત રહેશે. પટેલે કહ્યુ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઝડપથી થાય એમાં સરકારને રસ અને બાવના સીમાંકન પ્રમાણે ચૂંટણી યોજાશે.

જાણકારોનું કહેવું છે કે જ્યારે સામાજિક રીત જોઇએ તો OBC સમાજની વસ્તી વધારે છે ત્યાં 27 ટકા અને વસ્તી ઓછી છે ત્યાં પણ 27 ટકા અનામત લાગુ પડશે. એટલે સામાજિક રીતે અન્યાય થવાની પૂરેપૂરી શક્યતા છે. દાખલા તરીકે બનાસકાંઠામાં ઓબીસી સમાજની વસ્તી 70 ટકા છે તો ત્યાં 27 ટકા જ અનમાત મળશે અને ભરૂચમાં ઓબીસી સમાજની વસ્તી 5 ટકા છે તો ત્યાં પણ 27 ટકા અનામત મળશે. એટલે સંતુલન ખોરવાઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp