ઓખાથી પકડેલા 300 કરોડના ડ્રગ્સ કેસમાં DGPએ કર્યા ચોંકાવનારા ખુલાસા

PC: thelallantop.com

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSએ ગઇ કાલે ઓખા પાસે એક પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડી હતી. જેમાં તપાસ કરતા 280થી 300 કરોડ રૂપિયાનું ડ્રગ્સ તથા હથિયારો ઝડપી પડાયા હતા. આ દરમિયાન ATSએ 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં આજે રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી અમુક ખુલાસા કર્યા હતા.

ડ્રગ્સની સાથે સાથે હથિયારની તસ્કરીની પણ બાતમી પોલીસને મળી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય કોસ્ટ ગાર્ડે ડ્રગ્સની સાથે હથિયારની હેરોફેરીની પણ વાત મળી હતી, જેના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS દ્વારા ઓખા પોર્ટથી 140 નોટિકલ માઇલ જેટલા અંતરે જઇને ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન બાતમી દ્વારા જાણ થઇ હતી એ પ્રકારની બોટ આવતા તેને અટકાવવામાં આવી હતી અને બોટની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ખબર પડી હતી કે, આ બોટ પાકિસ્તાની હતી અને તે કરાચી પાસેથી આવી હતી. બોટની અંદર ઉપયોગ થતાં સિલિન્ડરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ અલ સૌહેલી નામની બોટ પાકિસ્તાના કરાચી નજીકના પોર્ટ પરથી ગુજરાત આવી હતી. આ બોટમાંથી 10 પાકિસ્તાની લોકોને પણ પકડવામાં આવ્યા હતા.

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ઝડપી પાડવામાં આવેલી બોટમાંથી ત્રણ સિલિન્ડર અને 40 કિલો નાર્કોટિક્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 280થી 300 કરોડ રૂપિયા થાય છે, જ્યારે, બોટમાંથી 6 સેમીઓટોમેટિક પિસ્તોલ, 120 કારતૂસ અને 12 મેગેઝિન જેવા હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલ આ પાકિસ્તાનીઓની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

તટરક્ષક બળે ટ્વીટ કરીને ઓપરેશન વિશે જાણકારી આપી હતી. કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે, ATSની સાથે સંયુક્ત અભિયાનમાં ગુજરાતમાં પાકિસ્તાનની માછલી પકડનારી બોટ અલ સૌહલીને પકડવામાં આવી છે. 10 પાકિસ્તાની માફિયાઓને પણ હિરાસતમાં લેવામાં આવ્યા છે.

ATSનું કહેવું છે કે, ડ્રગ્સ તસ્કરો વિશે તપાસ ચાલુ છે. તેઓ આ ડ્રગ્સ ક્યાં ડીલિવર કરવાના હતા અને તેમના કનેક્શન શું છે. તેના આખા નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે અને કાર્યવાહી કરવામાં આવશે. તેમની પાસેથી પિસ્તોલ સહિત અન્ય હથિયાર પણ મળ્યા હતા. તેઓ હથિયારોની પણ ડીલિવરી કરે છે કે કેમ, તેના વિશે પણ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp