પાઇપ લાઇનમાં કાણું પાડીને 400 કરોડ રૂપિયાનું ઓઇલ ચોરી કરનાર માસ્ટર માઇન્ડ પકડાયો

PC: gujaratmitra.in

ગુજરાત પોલીસે એક શાતિર ચોરની ધરપકડ કરી છે જે અત્યાર સુધીમાં ઓઇલ કંપનીઓને 400 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી ચૂક્યો હતો. આ ચોર, ઓઇલ કંપનીઓ ઓઇલના સપ્લાય માટે જે પાઇપલાનો બિછાવી છે, તેમાંથી કાણું પાડીને ઓઇલની ચોરી કરી લેતો હતો. આ ચોર સામે ગુજરાત, બંગાળ, બિહાર સહિત અનેક રાજ્યોમાં ચોરીના કેસ નોંધાયેલા છે. આ ચોરને પકડવામાં સુરતની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.

સુરતની ક્રાઇમ બ્રાન્ચને ઓઇલ ચોરીના માસ્ટર માઇન્ડને પકડવામાં મોટી સરળતા મળી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પાઇપ લાઇનમાંથી ઓઇલની ચોરી કરનારો માસ્ટર માઇન્ડ અને ઓઇલ માફિયા સંદીપ ગુપ્તા પોલીસને હાથે ઝડપાઇ ગયો છે.

સુરતની ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે સંદીપ ગુપ્તાની કોલકાત્તાથી ધરપકડ કરી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં ઓઇલ ચોરીનું મોટું નેટવર્ક ઉભું કરનાર સંદીપ ગુપ્તાની ધરપકડ પછી ઓઇલ ચોરીના ખેલમાં સામેલ અન્ય નામો ખુલવાની પોલીસને અપેક્ષા છે. પોલીસના સુત્રોએ કહ્યું હતું કે સંદીપ ગુપ્તાએ 400 કરોડ રૂપિયાના ઓઇલની ચોરી કરી છે એટલે આ કામ તે એકલો કરી શકે તેવું શક્ય નથી. મોટા માથાનું બેકીંગ હોવું જોઇએ.

માસ્ટર માઇન્ડ સંદીપ ગુપ્તા સામે રાજસ્થાન, ગુજરાત હરિયાણા, પશ્ચિમ બંગાળ, બિહાર સહિત 20થી વધારે ઓઇલ ચોરીના ગુનાહિત કેસો થયેલા છે.

સંદીપ ગુપત્ના ધરપકડ બાબતે સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે કહ્યું હતું કે સંદીપ ગુપ્તા સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપી ગુજરાત અને રાજસ્થાનના કેસોમાં વચગાળાના જામીન લીધા બાદ ફરાર હતો. એ પછી સુરતની ક્રાઇમ બ્રાન્ચે તેની કોલકાત્તાથી ધરપકડ કરી છે.

સંદીપ ગુપ્તાએ દક્ષિણ ગુજરાતમાં ફર્નિશ ઓઈલ ખરીદીને તેનો કાળો કારોબાર શરૂ કર્યો હતો. આ પછી તે ઓઇલ ચોરોના સંપર્કમાં આવ્યો. તે પછી, તેણે એક મોડસ ઓપરેન્ડી તૈયાર કરી, જેના હેઠળ તે જ્યાં ઈન્ડિયન ઓઈલ અને ONGCની પાઈપલાઈન નીકળતી હતી તેની નજીક ફેક્ટરી અથવા શેડ ભાડે રાખતો હતો.

આ પછી સંદીપ ગુપ્તા ગેંગ પાઈપલાઈનમાં કાણું પાડીને  ઓઇલની ચોરી કરતા હતા અને તેને ટેન્કરોમાં ભરીને રાખતા હતા. ત્રણ-ત્રણ, ચાર ટેન્કરમાં ઓઇલ ભરીને ચોરી કરી હતી. અત્યાર સુધીમાં સંદીપ ગુપ્તાએ 300 થી 400 કરોડ રૂપિયાના ઓઇલની ચોરી કરી છે.ગુજરાત ATSએ સંદીપ ગુપ્તા સામે Gujarat Control of Organised Crime Act (GUJCTOC) હેઠળ પણ ગુનો નોંધ્યો હતો.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp