સુરત એરપોર્ટ પરથી બાથરૂમમાંથી બીજું 4 કિલો સોનું મળ્યું, ટોટલ 43 કિલો, PSI પણ...

PC: twitter.com

સુરત એરપોર્ટ પરથી લગભગ બે દિવસ પહેલા શારજાહથી આવેલા લગભગ 3 જેટલા મુસાફરો પાસેથી લગભગ 43.5 કિલો જેટલું સોનું પકડાયું છે. વધુ તપાસ આગળ વધતાં નવી વાતો સામે આવી છે. DRIની તપાસમાં એરપોર્ટના બાથરૂમમાંથી બીજું 4.67 કિલો સોનું ઝડપાયું છે. આ ઘટનામાં કસ્ટમ વિભાગની સંડોવણીની શક્યતા વક્ત કરાઇ હતી અને તપાસ હાથ ધરતા ઇમિગ્રેશન PSIની ધરપકડ થઇ હતી. ઇમિગ્રેશન PSI સહિત ચાર આરોપીને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મેડિકલ તપાસ બાદ ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

DRI દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, એક બાતમીના આધારે અધિકારીઓએ 7મી જુલાઇના રોજ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નં. IX172 દ્વારા શારજાહથી સુરત આવી રહેલા 3 મુસાફરોને ભારતમાં દાણચોરી માટે પેસ્ટના રૂપમાં સોનું લાવતા હોવાની શંકા જતાં અટકાવાયા હતા. તેઓ સાથે મળેલા સામાન ઉપરાંત ચેક ઇન બેગ સામાનની તપાસ કરવામાં આવી હતી, તપાસ દરમિયાન પાંચ બ્લેક બેલ્ટમાં સંતાડવામાં આવેલા 20 પેકેટમાં 43.5 કિલો સોનું પેસ્ટના રૂપમાં મળી આવ્યું છે.

આરોપીઓની વધુ પુછપરછમાં જાણવા મળ્યું કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રહેલા કસ્ટ ઓફિસરોની મદદથી ભારતમાં દાણચોરી કરવા માટે સોનું લવાઇ રહ્યું હતું. એરપોર્ટ પર સ્ક્રીનીંગ અને પરીક્ષણથી બચવા માટે ઇમીગ્રેશન થાય એ પહેલા બાથરૂમમાં સોનું રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા તપાસ થાય એ પહેલા કોઇએ એરપોર્ટના બાથરૂમમાં રાખેલું સોનું પણ પછીથી પકડાયું હતું. પેસ્ટના રૂપમાં 4.67 કિલો જેટલું સોનું મળી આવ્યું છે.

સુરતના એરપોર્ટના ઇમીગ્રેશન ચેક પોઇન્ટની બાજુમાં જેન્ટ્સ બાથરૂમમાં રાખેલું સોનું મળ્યું હતું, તે સોનું CIFS અને DRIને સોંપવામાં આવ્યું છે. ત્રણ મુસાફરો પાસેથી ટોટલ 48.20 કિલો પેસ્ટના રૂપમાં રહેલું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ પરથી પકડાયેલા સોનામાંથી લગભગ 42 કિલો જેટલું સોનું 24 કેરેટની શુદ્ધતાનું મળી આવ્યું છે, આ સોનાની અંદાજિત બજાર કિંમત 25.26 કરોડ રૂપિયા હોવાની જાણ થઇ છે. કસ્ટમ એક્ટ, 1962 હેઠળ આરોપીઓના નિવેદન નોંધી લેવામાં આવ્યા હતાં અને તેમના નિવેદનોના આધારે એક ઇમિગ્રેશન ઓફિસર સહિત ત્રણ મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. એરપોર્ટના અધિકારીઓ સહિત અન્ય વ્યક્તિઓ પણ આ દાણચોરીમાં શામેલ હોવાની શંકા પડતા વધુ તપાસ આગળ વધારવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp