ગાંધીનગરઃ પિતરાઇ ભાઇઓ ફિલ્મ જોઇને પરત આવતા હતા, કાર ઝાડ સાથે અથડાઇ, 5ના મોત
ગાંધીનગરમાં તહેવારાનો સમયે ભેગા થયેલા પિતરાઇ ભાઇઓને મોત આભડી ગયું હતું. ફિલ્મ જોઇને પરત ફરતી વખતે 5ના મોત થયા હતા. તેમને શું ખબર કે તેમની આ છેલ્લી ફિલ્મ હશે.
ફિલ્મ જોઇને પરત ફરી રહેલા પિતરાઇ ભાઇઓની કાર ઝાડ સાથે ધડકાભેર અથડાઇ અને પળવારમાં 5 જિંદગી કાળનો કોળિયો બની ગઇ હતી.ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાધેજા કોકડી તરફ જતા હાઇવે પર આ અકસ્માત થયો હતો. એકની હાલત ગંભીર છે અને તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
તહેવારો હોવાને કારણે 5 પિતરાઇઓ ભાઇઓ ભેગા થયા હતા અને ફિલ્મ જોવા ગયા હતા. સાહિલ ચૌહાણ,સલમાન ચૌહાણ, અલ્ફાઝ ચૌહાણ, મોહમંદ સાજેદ,સલીમ બેલીમ, શાહનવાબ ચૌહાણ એમ 6 પિતરાઇ ભાઇઓ પેથાપુર ખાતે ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ જોઇને પરત ફરતી વખતે તેમની કારને અકસ્માત નડ્યો હતો અને 5 લોકોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને મૃતદેહોને બહાર કાઢવામાં મદદ કરી હતી. ઘટનાને નજરે જોનારા લોકોનું કહેવું છે કે કારની જે પ્રમાણે હાલત થઇ ગઇ છે એ જોતા કારની ઝડપ ખુબ હોવાની સંભાવના છે.
સાહિલ ચૌહાણની કારમાં 6 પિતરાઉભાઇઓ ફિલ્મ જોવા ગયા હતા અને ગાડી સાહિલ ચલાવતો હતો ત્યારે કાર પરથી સાહિલે કાબુ ગુમાવ્યો હતો અને ઝાડ સાથે કાર અથડાઇ ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના તો ફુરચેફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં સાહિલ, સલમાન, અસપાક, સાજેદ સલીમ બેલીમના મોત થયા હતા જ્યારે શાહનવબા ચૌહાણને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સાહિલ સિવાય બાકીના 5 પિતરાઇઓ ભાઇઓ 17થી 19 વર્ષની ઉંમરના હતા. મહેસાણા જિલ્લાના ખેરાલુ હાટડીયા ખાટકી વાસમાં રહેસા શાબીર હુસૈન બેલીમ રિક્ષાચાલક છે અને તેમનો પુત્ર અલ્ફાઝ માણસા મામાના ઘરે આવ્યો હતો, પરંતુ અકસ્માતમાં મોતને ભેટ્યો હતો.
ગુરુવારે વહેલી સવારે જામનગર-દ્રારકા હાઇવ પર પણ એક અકસ્માત થયો હતો, જેમાં પગપાળા દ્રારકા જઇ રહેલા 4 લોકોને કારચાલકે અડફેટે લીધા હતા. તેમાંથી 3ના મોત થયા હતા અને એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મંગળવારે નવા વર્ષના દિવસે ગાંધીનગરમાં પણ એક અકસ્માતની ઘટના બની હતી. દહેગામના મહુન્દ્રા ગામના 3 યુવાનોના અકસ્માતમાં મોત થયા હતા. બાઇક પર જઇ રહેલા 3 યુવાનોને પાછળથી આવી રહેલી ટેન્કરે ટક્કર મારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp