આ તારીખથી ગુજરાતમાં 5 દિવસ ધોધમાર વરસાદ પડશે: અંબાલાલ પટેલની આગાહી

PC: news18.com

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં 5 દિવસ સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. પટેલનું કહેવું છે કે ઓક્ટોબર સુધી વરસાદ ચાલું રહેશે. ડિસેમ્બરમાં વાવાઝોડીની અસર ઉભી થવાની પણ પટેલે વાત કરી છે.

ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થયાને લગભગ સવા મહિનો થઇ ગયો છે અને આ વખતે મેઘરાજાએ ગુજરાતમાં ખાસ્સું પાણી વરસાવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે હજુ વરસાદ ગયો નથી, આ તારીખથી ગુજરાતમાં 5 દિવસ સુધી ધોધમાર વરસાદ પડશે. જૂન- જુલાઇની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદનું જોર ઘટ્યું છે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 23 તાલુકાઓમાં અડધા ઇંચથી પણ ઓછો વરસાદ પડી રહ્યો છે. આમ જોવા જઇ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. હવે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે હજુ વરસાદનો એક રાઉન્ડ આવવાનો બાકી છે.

અંબાલાલ પટેલે કહ્યુ કે, અત્યારે પવનની ગતિ વધારે છે અને નવું તોફાન ઉભું થઇ રહ્યું છે.જે ઉપસાગરમાં લો પ્રેસરની ગતિ વધારશે. હિંદ મહાસાગરમાં ભેજવાળી હવા છે, પરંતુ જોઇએ તેવો વરસાદ વરસતો નથી. બંગાળ ઉપસાગરમાં વધુ એક સીસ્ટમ બનાવશે જેને કારણે મધ્ય પ્રદેશમાં વરસાદ પડશે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 15થી19 ઓગસ્ટ સુધી એમ 5 દિવસ સુધી ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, 5 દિવસ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડશે.

જાણવા મળેલી વિગત મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં 79.92 ટકા વરસાદ પડ્યો છે, દક્ષિણ ગુજરાતાં 70 ટકા, સૌરાષ્ટ્રમાં 100 ટકા કરતા વધારે,          મધ્ય- પૂર્વ ગુજરાતમાં 63 ટકા, ઉત્તર ગુજરાતમાં 66 ટકા વરસાદ થયો છે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે સપ્ટેમ્બર મહિનામાં ભારે ગરમી પડશે અને ગરમી વધવાથી હવાનું દબાણ ઉભું થશે અને તેને કારણે વરસાદની શક્યતા ઉભી થશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદ આવવાની સંભાવના છે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે 17 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફુંકાશે. 17થી 20 સપ્ટેમ્બર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડશે. 16 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થશે અને 20 નવેમ્બર સુધીમાં વાવાઝોડીની સ્થિતિ બની શકે છે. ચક્રવાતની અસર ડિસેમ્બરની શરૂઆતમાં દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp