બેઠકમાં 500 નેતા હાજર હતા અને કેબિનેટ મંત્રી ઉંઘતા હતા,રત્નાકરે વીડિયોગ્રાફરને….

PC: gujaratijagran.com

અમદાવાદના ટાગોર હોલમાં ભારતીય જનતા પાર્ટી કારોબારીની એક બેઠક મળી હતી અને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની સીટો પર મજબુતાઇ માટે ચર્ચા ચાલી રહી હતી અને 500 નેતાઓ હાજર હતા તે વખતે ગુજરાતના કેબિનેટ મંત્રી ઉંઘતા હતા. જેને કારણે ગુજરાત ભાજપના કારોબારી સંગઠનના મહામંત્રી રત્નાકર મિશ્રોની કમાન છટકી હતી. જો કે તેમણે કેબિનેટ મંત્રીને કહેવાને બદલે વીડિયોગ્રાફરનો ક્લાસ લઇ લીધો હતો.

તાજેતરમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના 2 મંત્રીઓ સહિત 40 નેતાઓને કર્ણાટક મોકલવામાં આવ્યા હતા, પરંતુ કર્ણાટકની ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો જેને કારણે ભાજપ ગુજરાતમાં એક્ટિવ થઇ ગઇ છે. ગુજરાતની લોકસભાની 26 બેઠકો પર 5 લાખ મતોથી જીતવાના ટાર્ગેટ સાથે ભાજપ આગામી 1 મહિનો અભિયાન ચલાવવા જઇ રહી છે.

જેના અનુસંધાનમાં અમદાવાદના ટાગોર હોલમાં એક કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, સુરતના સાંસદ અને રાજ્ય રેલવે મંત્રી દર્શના જરદોષ, ભાજપના મહામંત્રી રત્નાકર મિશ્રા સહિતના અનેક નેતાઓ હાજર હતા.

ભાજપની કારોબારીની બેઠક લાઇવ થઇ રહી હતી અને તે વખતે LED સ્ક્રીન પર એક મંત્રી ઉંઘતા દેખાઇ રહ્યા હતા. હોલમાં લગભગ 500 નેતાઓ હાજર હતા. LED સ્ક્રીન પર કેબિનેટ મંત્રી ઉંઘતા હોવાનું દેખાતા રત્નાકરે વીડિયોગ્રાફર અને લાઇવ ટેલિકાસ્ટ કરનારનો ઉધડો લીધો હતો.

ટાગોર હોલમાં કેબિનેટની ચર્ચા દરમિયાન જે કેબિનેટ મંત્રી ઉંઘતા ઝડપાયા હતા તે કુંવરજ બાવળિયા હતા. કુંવરજી બાવળિયા જસદણના ભાજપના ધારાસભ્ય છે અને ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં પાણી પુરવઠા મંત્રી છે. રત્નાકરે કુંવરજી બાવળિયાને તો કશું કીધું નહોતું, પરંતુ વીડિયોગ્રાફર અને લાઇવ ટેલીકાસ્ટ કરનારને ખખડાવીને કહ્યું હતું કે, તમને બીજું કશું દેખાતું નથી? આ બધું શું છે? આ બાબતને લઇને બેઠકમાં ભારે હોબાળો મચી ગયો હતો.

RATNAKAR

ટાગોર હોલમાં મળેલી બેઠકમાં કેન્દ્ર સરકારમાં ભાજપના 9 વર્ષની સફળતાને લોકો વચ્ચે લઇ જવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે મોદી સરકારની ઉપલબ્ધિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે 30 મેથી 30 જૂન સુધીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ભાજપના કાર્યકરો ડોર ટું ડોર જશે અને સરકારની સફળતા વિશે લોકોને બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp