પાક.ની જેલોમાં બંધ છે ગુજરાતના 560 માછીમારો, સરકારે વિધાનસભામાં આપી જાણકારી

PC: amarujala.com

ગુજરાત સરકારે વિધાનસભામાં જાણકારી આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાનની જેલોમાં ગુજરાતના 560 માછીમારો બંધ છે. આ માછીમારો ભૂલથી સરહદની બીજી બાજુ ચાલ્યા ગયા હતા અને પાકિસ્તાની સેના દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા. વિભાનસભામાં તેને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ગુજરાતના મત્સ્ય પાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, 31 ડિસેમ્બર, 2022 સુધી ગુજરાતના કુલ 560 માછીમારો પાકિસ્તાનની કસ્ટડીમાં છે.

ગુજરાતના મત્સ્ય પાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, તેમાંથી અડધા જેટલા એટલે કે આશરે 274 માછીમારોને છેલ્લાં બે વર્ષમાં જ પકડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2021માં ગુજરાતના કુલ 193 માછીમારોને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યા હતા. તેમજ, 2022માં 81 માછીમારોને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યા હતા. વીતેલા બે વર્ષમાં પાકિસ્તાન દ્વારા ભારતના 55 માછીમારોને છોડવામાં આવ્યા છે. તેમાંથી 2021માં 20 માછીમારોને છોડવામાં આવ્યા હતા અને 2022માં 35 માછીમારોને છોડવામાં આવ્યા હતા.

પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલા માછીમારોના પરિવારોને સરકાર દ્વારા કયા પ્રકારની સુવિધા આપવામાં આવી તેવો પણ સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું કે, પાકિસ્તાનની જેલોમાં બંધ માછીમારોના 323 પરિવારોને દરરોજ 300 રૂપિયાની મદદ આપવામાં આવી રહી છે. વર્ષ 2021માં 300 પરિવારોને આ આર્થિક મદદ આપવામાં આવી છે અને વર્ષ 2022માં 428 પરિવારોને આ આર્થિક મદદ આપવામાં આવી. જણાવી દઈએ કે, પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીની નૌકાઓ મેરીટાઇમ સીમાની પાસે પેટ્રોલિંગ કરતી રહે છે. જેવો કોઈ ભારતીય માછીમાર ભૂલથી પણ સરહદ પાર કરી જાય તો તેને પકડી લેવામાં આવે છે.

રાજ્ય સરકારે સદનને જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલા ગુજરાતી માછીમારો અને તેમની બોટને છોડવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે વર્ષ 2021માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને 11 વાર ઔપચારિકરીતે અનુરોધ કરવામાં આવ્યો હતો. એ જ રીતે વર્ષ 2022માં 10 વાર અનુરોધ કરવામાં આવી ચુક્યો છે. વર્ષ 2023માં પણ ગુજરાત સરકાર આ કામ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સતત ઔપચારિક અનુરોધ કરી રહ્યું છે.

પાકિસ્તાનના માછીમારો પણ ઘણીવાર ભૂલથી સરહદ પાર કરીને આ તરફ આવી જાય છે, જેમની ભારતીય એજન્સીઓ દ્વારા ધરપકડ કરી લેવામાં આવે છે. સામાન્યરીતે માછીમારો મોટી સંખ્યામાં માછલીઓ પકડવાની લાલચમાં ભૂલથી સરહદ પાર કરી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp