મોબાઈલ પર મહિલા સાથે રોમાન્સ કરવાના ચક્કરમાં સુરતના ખેડૂતે ગુમાવ્યા કરોડો રૂપિયા

PC: zeenews.india.com

સુરતમાં એક ખેડૂતને ફોન પર રોમાન્સ કરવું મોંઘું પડી ગયું અને તેને કરોડો રૂપિયાનો ચૂનો લાગી ગયો. એક ખેડૂતે વર્ષ 2012માં જમીનની હિસ્સો વેચીને સારી એવી રકમ ભેગી કરી હતી, પરંતુ મોબાઈલ પર એક મહિલા સાથે તેને મિત્રતા કરવાનું મોંઘું પડી ગયું. મોબાઈલ પર મહિલા સાથે રોમાન્ટિક વાતો કરવામાં ખેડૂત એવો ફસાયો કે તેણે 10 વર્ષમાં 4 કરોડની આસપાસ રૂપિયા ગુમાવી દીધા. તેણે હવે પોલીસ પાસ મદદ માગી છે. તેમાં તેણે કહ્યું કે, એક મહિલાએ અલગ-અલગ નામોથી તેની સાથે વાત કરતા ચૂનો લગાવ્યો અને રોમાન્ટિક વાતો કરતા તેની પાસે ઘણી મોટી રકમ પડાવી લીધી.

જ્યારે મહિલાની ઓળખ કરી લીધી અને રૂપિયા પાછા માગ્યા તો તેણે બળાત્કાર અને વસૂલીનો આરોપ લગાવી દીધો. મોટા વરાછા વિસ્તારમાં રહેતા મુકેશ દેસાઇ (ઉંમર 57 વર્ષ)ની જિંદગીમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું. તેણે જમીનનો એક હિસ્સો વેચીને વર્ષ 2012માં સારી રકમ ભેગી કરી હતી, પરંતુ વર્ષ 2013માં દેસાઈના મોબાઈલ પર એક મિસ કોલ આવ્યો. તેણે કોલબેક કર્યો તો તે મહિલાએ પોતાની ઓળખ સોનિયા પટેલના રૂપમાં આપી અને દાવો કર્યો કે તેના પરિવારના સભ્યોને જાણે છે.

થોડા સમય સુધી વાતમાં ગુંચવ્યા બાદ તેણે દેસાઈને પૂછ્યું કે, શું તે તેની મિત્ર પૂજા દેસાઈની મદદ કરી શકે છે જે તેની જાતિની છે. તેણે કહ્યું કે, પૂજાના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી અને જો તે તેની આર્થિક મદદ કરશે તો તે તેની સાથે મિત્રતા કરશે. જ્યારે તે સહમત થઈ ગયો તો તેણે ફોન પર પૂજા સાથે મુલાકાત કરાવી, પરંતુ તેને એ સમજ ન પડી કે તે કોઈ અલગ નામથી વાત કરી રહી છે. દેસાઇએ પોલીસને જણાવ્યું કે, મહિલાએ એટલી રોમાન્ટિક વાતો કરી કે કંઈ સમજ ન પડી અને જેમ તેણે બતાવ્યું. હું એમ કરવા લાગ્યો.

મહિલાની રોમાન્ટિક વાતોમાં ફસાયેલા દેસાઇએ આંગડિયાના માધ્યમથી પાલનપુરમાં ઘણા હપ્તામાં કરોડ રૂપિયાથી વધુ રકમ મોકલી દીધી. પૂજાએ દેસાઇને કહ્યું કે, તેના પરિવાર પાસે માઉન્ટ આબુમાં 17 કરોડ રૂપિયાની એક હૉટલ છે અને તેને પાર્ટનરોથી મુક્ત કરવા માટે પૈસાની જરૂરિયાત છે. તેણે એવો પણ દાવો કર્યો કે, તેના પિતા પાસે જોધપુરમાં 100 કરોડ રૂપિયાની હવેલી હતી અને તેના સમારકામ માટે પૈસા માગ્યા હતા. વર્ષ 2018 સુધી દેસાઇએ તેને કુલ 3.55 કરોડ રૂપિયા મોકલ્યા.

ત્યારે તેને કંઈક ગરબડ હોવાની શંકા થઈ અને તેણે પૈસા પાછા માગવાની શરૂઆત કરી દીધી. પૂજાએ તેનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો. દેસાઇએ કોઈક પ્રકારે પરિવારને તેના ગામમાં શોધી કાઢ્યો અને 10 લાખ રૂપિયા વસૂલવામાં સફળ રહ્યો. આગળ જ્યારે દેસાઇએ બાકી રકમ પછી આપવા કહી તો મહિલાએ છાપીમાં પોલીસ સ્ટેશનમાં રંગદારીની ફરિયાદ કરી દીધી. દેસાઇએ દાવો કર્યો કે, તેના પર આ કેસમાં સમજૂતી માટે દબાવ નાખવામાં આવ્યો હતો, જેના માટે ફરીથી મોટી રકમની માગ કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp