6 મહિના પહેલા યુવતીને કૂતરું કરડેલું, ડૉક્ટરની જગ્યાએ ભૂવા પાસે લઈ ગયા અને મોત

PC: divyabhaskar.co.in

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી એક યુવતીને 6 મહિના પહેલા કુતરુ કરડ્યું હતું અને તેણીને હડકવાની અસર દેખાતા સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ યુવતીના પરિવારજનો  સારવાર છોડીને અધવચ્ચેથી જ યુવતીને ઘરે લઇ ગયા હતા અને એ પછી યુવતીએ દમ તોડી દીધો હતો. હવે પરિવારે ઘોડો ભાગી ગયા પછી તબેલાને તાળું મારવા જેવો ઘાટ કર્યો હતો. યુવતીના મોત પછી આખા પરિવારના 30 સભ્યો હડકવાની રસી મુકાવવા માટે સિવિલ પહોંચી ગયા હતા.

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી 18 વર્ષની જ્યોતિ નામની યુવતીને 6 મહિના પહેલાં કુતરાંએ બચકુ ભર્યું હતું. કુતરું કરડ્યા પછી જ્યોતિને હડકવાની અસર ઉપડી હતી એટલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. થોડા સમય સારવાર કર્યા પછી પરિવાર સારવાર છોડીને જ્યોતીને ભૂવા પાસે લઇ ગયો હતો, પરંતુ ભૂવા પાસે લઇ જવાથી કોઇ સફળતા તો ન મળી, પરંતુ જ્યોતિનું મોત થઇ ગયું. પરિવારની અંધશ્રદ્ધામાં જ્યોતિએ જીવ ગુમાવવો પડ્યો.

6 મહિના પહેલા જ્યોતિના જમણા પગમાં કુતરાંએ બચકું ભર્યું હતું. એ વખતે તેને ઇંજેકશન મુકવામાં આવ્યા હતા, પરંતુ કુતરું કરડ્યાના બીજા જ દિવસે જ્યોતિના મોંમાથી ફીણ નિકળવા માંડ્યું હતું અને શ્વાસની તકલીફ ઉભી થઇ હતી. તે વખતે પરિવારે જ્યોતિને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી અને તેને હડકવા દુર કરવાની સારવાર આપવામાં આવી રહી હતી.

જ્યોતિને એવી અસર થઇ ગઇ હતી કે તે લાઇટ અને પાણીથી એટલી ડરતી હતી કે ચીસાચીસ કરી મુકતી હતી અને અપશબ્દો પણ બોલતી હતી.જ્યોતિના હાથ બાંધી રાખવા પડતા હતા. પરંતુ પરિવારે હડકવા વિરોધી રસીનો કોર્સ અડધેથી જ છોડી દીધો અને જ્યોતિને ઘરે લઇ ગયા હતા.

મોતની જાણ થતા પાલિકાની ટીમ જ્યોતિના ઘરે પહોંચી હતી અને પરિવારના તમામ સભ્યોને હડકવા વિરોધી રસી મુકવાની સુચના આપી હતી. પરિવારના બાળકો સહિતના 30 સભ્યો શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.

સુરત સિવિલના સુપ્રિન્ટેડન્ટ ગણેશ ગોવેકરે લોકોને જાણકારી આપતા કહ્યું છે કે, કુતરું કરડ્યા પછી હડકવા વિરોધી ઇંજેકશનના 5 ડોઝ લેવા જરૂરી હોય છે. જો આ ડોઝ લેવામાં ન આવે તો મોત આવી શકે છે.આમા લાપરવાહી કરવી નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp