ચારધામની યાત્રાએ ગયેલા અને ઊંડી ખીણમાં પડી બસ, ભાવનગરના 7 ભક્તોના મોત

PC: ndtv.com

ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર દર્દનાક અકસ્માત થઈ ગયો છે, જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ભાવનગર જિલ્લામાં શોકનું મોજુ ફેરી વળ્યું છે. ચારધામની યાત્રાએ ગયેલા યાત્રીઓ મહાદેવની ભક્તિમાં લીન હતા. બસમાં માર્ગદર્શક બધાને સ્થળ વિશે જાણકારી આપી રહ્યા હતા. રસ્તો ખરાબ હતો. અચાનક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ સીધી 50 મીટર ઊંડા ખીણમાં પડી જતા મોતની કિકિયારીઓ ગુંજી ઉઠી હતી. ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર રવિવારે બસ જઇ રહી હતી. જેમાં ગુજરાતના 35 યાત્રિકો સવાર હતા.

તમામ પોતાની મોજમાં મસ્ત અને ભક્તિમાં લીન હતા. આ તમામને ક્યાં ખબર હતી કે થોડી વારમાં જ મોટી દુર્ઘટના ઘટવાની છે. તમામ યાત્રિકોને બસમાં માર્ગદર્શક જાણકારી આપતા હતા અને અચાનક બસ ખીણમાં પડી, જેમાં ભાવનગરના 35 પૈકી ભાવનગરના 7 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં ભાવનગરના 7 પૈકી પાલિતાણાના 29 વર્ષીય કરણ ભાટીનું મોત થયું છે.

મૃતક કરણજી ભાટીના કાકાએ જણાવ્યું હતું કે, '2 દીકરા ચાર ધામની યાત્રાએ ગયા હતા. કાલે ફોન આવ્યો કે તમારા દીકરા જે બસમાં હતા તે ખાઈમાં પડી ગઈ છે.' અકસ્માતમાં મોતને ભેટનાર કરણજી ભાટી ત્રણ સંતાનના પિતા હતા. તેઓનું મોત થતા બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કરણજીના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકોએ ત્યાંથી સ્થાનિક બસમાં યાત્રા શરૂ કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, બસમાં ગુજરાતના લોકો સવાર હતા. આ ગંગોત્રી ધામની યાત્રા પૂરી કરીને પરત ફરી રહ્યા હતા.

ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને બાદમાં વૃક્ષો વચ્ચે અટકી ગઈ હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર કે, ગંગોત્રીથી ઉત્તર કાશી જઇ રહેલી બસ ગંગાનાનીમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ જવાથી કેટલાક લોકોને નુકસાન થવાના અત્યંત પીડદાયક સમાચાર પ્રાપ્ત થાય છે. પ્રશાસનને તાત્કાલિક રૂપે સહત અને બચાવ કર્યા સંચાલિત કરવા અને ઇજાગ્રસ્તોની સારવાર માટે ઉચિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા હેતુ નિર્દેશિત કર્યું છે. ઈશ્વર દિવંગત આત્માઓને શ્રીચરણોમાં સ્થાન અને શોકાંતુર પરિવારજનોને એ કષ્ટ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. બધા ઇજાગ્રસ્તો જલ્દી સ્વાસ્થ્ય થવાની કામના કરું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp