કીર્તિદાન ગઢવીના ડાયરામાં થયો પૈસાનો વરસાદ, 50 લાખ ઉડ્યા, કમો પણ હતો, જુઓ વીડિયો

PC: twitter.com

નવસારીમાં કીર્તિદાન ગઢવીના ભજન કાર્યક્રમમાં લોકો એટલા ખોવાઈ ગયા કે તેમણે લોક ગાયક પર પૈસાઓનો વરસાદ કરી દીધો. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ, ગુજરાતી લોક ગાયક કીર્તીદાન ગઢવી દ્વારા હાલમાં જ એક ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને લગભગ 40-50 લાખ રૂપિયા દાનમાં આપી દીધા. રિપોર્ટ મુજબ, સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા બુધવારે નવસારીમાં આંખોની એક હૉસ્પિટલ માટે એક ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં લોક ગાયક કીર્તિદાન ગઢવી અને ઉર્વશી રાદડિયા જેવા કલાકારોએ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમાં સેકડો લોકોએ ભાગ લીધો, જેમણે ગાયકો પર 10 થી 500 રૂપિયાના નોટોનો જોરદાર વરસાદ થયો. કીર્તિદાન ગઢવીનું કહેવું માનીએ તો દાનની રકમ લગભગ 50 લાખ કરતા વધુ હતી. કીર્તિદાન ગઢવીએ કહ્યું કે, ‘લોકો ભજન કાર્યક્રમોમાં રોક 10, 20, 50 અને 100 રૂપિયાની નોટોનો વરસાદ કરે છે, જેની કિંમત લાખો રૂપિયા હોય છે. કાર્યક્રમોને લગભગ 40-50 લાખ રૂપિયાનું દાન મળ્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Kirtidan Gadhvi (@kirtidangadhviofficial)

આ અગાઉ વર્ષ 2019માં સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થયો હતો, જે એક ભજન કાર્યક્રમનો હતો. આ વીડિયોમાં દેખાડવામાં આવ્યું હતું કે, કઈ રીતે એક ગાયક પર તેમના પ્રદર્શન દરમિયાન પૈસાઓનો વરસાદ થઈ રહ્યો છે. જો કે, આ વાયરલ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો.

કોઈએ તેને શાનદાર ગણાવ્યું તો કોઈએ આપત્તિ વ્યક્ત કરતા સવાલ કર્યો કે તે એક ધાર્મિક સભા હતી કે કોઈ ડાન્સ ક્લબ. ત્યારબાદ ખબર પડી કે આયોજનમાં દાન કરવામાં આવેલી બધી રકમ ગેર સરકારી સંગઠનને આપી દેવામાં આવશે.

ચાર વર્ષ અગાઉ વર્ષ 2018માં અમદાવાદ શહેરમાં કીર્તિદાન ગઢવીના એક કાર્યક્રમમાં લોકોએ ખૂબ પૈસા આપ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ કાર્યક્રમનું આયોજન સ્વામી નારાયણ ગુરુકુળ વસંત પંચમી પર્વના અવસર કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ભજન ગાયક કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને આ દરમિયાન લોકોને ગઢવીનું ગીત એટલું ગમી ગયું કે આ લોક ગાયક પર 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

આ પહેલીવાર નથી કે, ગુજરાતમાંથી આવો વીડિયો વાયરલ થયો હોય. આ પહેલા પણ ગુજરાતના વલસાડમાં સ્થાનિક લોક ગાયક પર આયોજિત ધાર્મિક કાર્યક્રમ દરમિયાન લોકોએ નોટોનો જોરદાર વરસાદ કર્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ અગાઉ વર્ષ 2015માં એક ધાર્મિક કાર્યક્રમમાં ભાજપના નેતાએ કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp