અમદાવાદનું યુવાન દંપત્તિ US જવા પાક એજન્ટના ચક્કરમાં ફંસાયું, ઇરાનમાં ગોંધી...

ઈરાનમાં પાકિસ્તાની એજન્ટો દ્વારા ગુજરાતના એક યુગલને છેતરીને બંધક બનાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ પાકિસ્તાની એજન્ટ હવે બંને માણસોની મુક્તિ માટે પૈસાની માંગ કરી રહ્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી દીધી છે.

ઈરાનમાં પાકિસ્તાની એજન્ટો દ્વારા ગુજરાતના એક યુગલને બંધક બનાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાની એજન્ટ હવે તે બંનેની મુક્તિ માટે પૈસાની માંગ કરી રહ્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી દીધી છે. આરોપીએ યુવકને માર મારવાનો વીડિયો પણ દંપતીના પરિવારને મોકલી આપ્યો છે.

આ અંગેની માહિતી આપતાં એક પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના નરોડામાં રહેતા એક દંપતિએ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાની યોજના બનાવી હતી, પરંતુ ઈરાનમાં પાકિસ્તાની એજન્ટ દ્વારા તેમને બંધક બનાવવામાં આવ્યા હતા અને હવે તે બંનેને મુક્ત કરવા માટે પૈસાની માંગણી કરી રહ્યો છે.

ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, અમદાવાદના નરોડા વિસ્તારના ક્રિષ્ના નગર પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે એક FIR નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

તેમણે એમ પણ કહ્યું કે, જો કે આ ઘટના દેશની બહાર બની હોવાથી, ક્રાઈમ બ્રાન્ચ ઈરાનમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કરશે જેથી કરીને દંપતીને વહેલી તકે મુક્ત કરાવી શકાય.

DCP માંડલિકે જણાવ્યું હતું કે, ઈરાનમાં બંધક બનાવાયેલા દંપતીની ઓળખ પંકજ પટેલ અને તેની પત્ની નિશા પટેલ તરીકે થઈ છે, અને બંનેની ઉંમર 29 વર્ષ છે.

દંપતીના પરિવાર દ્વારા કૃષ્ણનગર પોલીસ સાથે શેર કરવામાં આવેલી વિગતો અનુસાર, બંને ગેરકાયદેસર રીતે USમાં પ્રવેશ કરવા માંગતા હતા અને તેઓ પાકિસ્તાનના હૈદરાબાદમાં એક એજન્ટના સંપર્કમાં આવ્યા હતા, જેણે તેમના માટે એર ટિકિટની વ્યવસ્થા કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ યોજનાના ભાગરૂપે ઈરાનના તેહરાન પહોંચ્યા, જ્યાં પાકિસ્તાની એજન્ટ તેમને એક હોટલમાં લઈ ગયો અને પછી તેમને બંધક બનાવીને પૈસાની માંગણી કરી રહ્યો છે. તેમણે એમ જણાવ્યું હતું કે, પાકિસ્તાની એજન્ટ અને તેના સાથીઓએ પંકજ પટેલની મારપીટ પણ કરી હતી અને તેનો વીડિયો બનાવીને પરિવારને મોકલી આપ્યો હતો, અને ત્યાર પછી તેઓએ બંધક બનાવાયેલા દંપતીની મુક્તિ માટે મોટી રકમની માંગણી કરી છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.