પપ્પા, મારા મોત માટે માત્રને માત્ર તમે જવાબદારો છો, ધોરાજીની 11મા ધોરણની દીકરી..

PC: jagran.com

ધોરાજીમાં 11 ધોરણમાં ભણતી એક ફોજીની દીકરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે અને તેણીએ સ્યુસાઇડ નોટમાં જે લખ્યું છે તે ચોંકાવનારું છે. વિદ્યાર્થીનીએ પોતાના પિતાને ઉદેશીને લખ્યું છે કે પપ્પા, મારા મોત માટે માત્રને માત્ર તમે જવાબદારો છો, તમે મને ક્યારેય દીકરી તરીકે ગણી જ નથી.

ગુજરાતના ધોરાજી શહેરની રોયલ સ્કુલમાં ભણતી એક 11મા ધોરણની વિદ્યાર્થીનીએ શનિવારે આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીનું નામ દિવ્યા છે અને તેણી સાયન્સની વિદ્યાર્થીની હતી. દિવ્યાનો મૃતદેહ હોસ્ટેલમાં તેના રૂમમાં પંખા પર લટકતો મળી આવ્યો હતો. મોડી રાત્રે જ્યારે દિવ્યાની  કેટલીક મિત્રોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક નહીં થતા હોસ્ટેલ સંચાલકને જાણ કરવામાં આવી હતી. હોસ્ટેલ સિકયુરીટીની ટીમ દિવ્યાની રૂમમા ગઇ તે પહેલાં દિવ્યાનું મોત થઇ ચૂક્યું હતું.

દિવ્યાના રૂમમાંથી તેના હાથે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે એકદમ સંવેદનશીલ વાત લખી છે. દિવ્યાએ સ્યુસાઇડનોટમાં લખ્યું છે કે, I Hate You Papa.જયાં સુધી મારા એક-એક આસુંનો બદલો નહીં લઇશ ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં મળશે. તમને મારી જ્યારે પણ યાદ આવશે ત્યારે હું તમારી સાથે જ હોઇશ. મને માફ કરી દેજો, આટલા ટેન્શનમાં હું જિંદગી ન જીવી શકું.

દિવ્યાએ સ્યુસાઇડ નોટમાં આગળ લખ્યું છે કે,  ખરેખર પપ્પા,મારા મોતનું  એક જ કારણ છે અને એ કારણ તમે છો. હું તમને નફરત કરું છું કારણ કે, તમે મને ક્યારે પોતાની દીકરી સમજી જ નથી. બસ માત્ર ઓર્ડર કરવો અને ગુસ્સો કરવાનું જ કામ કર્યું છે. મારા મોત માટે મને માત્ર દાદી માટે દુખ છે કે જેણે મને મા-બાપ બંનેનો પ્રેમ આપ્યો, સોરી દાદી.

હોસ્ટેલમાં મોતને વ્હાલું કરનારી વિદ્યાર્થીની દિવ્યાનો પરિવાર મૂળ ગુજરાતના કુતિયાણાનો રહેવાસી છે. દિવ્યા 10માં ધોરણ પછી ધોરોજાની રોયલ સ્કુલમાં ભણવા માટે આવી હતી અને આ જ સ્કુલની હોસ્ટેલમાં રહેતી હતી. દિવ્યાના પિતા રમેશભાઇ  BSFમાં જવાન રહી ચૂક્યા છે. દીકરીના આપઘાતના સમાચાર મળતા રમેશભાઇ ધોરાજી દોડી આવ્યા હતા. પોલીસે દિવ્યાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને હેન્ડરાઇટીંગની તપાસ માટે ફોરેન્સીક ટીમને સ્યુસાઇ નોટ મોકલી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp