રાજકોટમાં ઉચ્ચ અધિકારીને CBIએ 5 લાખની લાંચ લેતા પકડ્યો, આજે ચોથા માળેથી કૂદી ગયો

રાજકોટમાં ગઇ કાલે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ઉચ્ચ અધિકારી જાવરીમલ બિશ્નોઇ રૂપિયા 5 લાખની લાંચ લેતો રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આ અંગે CBI દ્વારા જાળ બિછાવવામાં આવી હતું અને એમાં અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જો કે જાવરીમલ બિશ્નોઇએ આજે વહેલી સવારે ચોથા માળે પરથી ઝંપલાવી દીધું હતું, જેથી તેને ગંભીર ઇજા થઇ હતી એટલે તેને સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેનું મોત થઇ ગયું હતું.

ડિરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઇન્ટ ડિરેક્ટર જાવરીમલ બિશ્નોઇએ ઓફિસના બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. આજે સવારે ઓફિસના ચોથા માળેથી છલાંગ લગાવી દેતા હાજર સ્ટાફમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. CBIએ ટ્રેપ બાદ આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં છાપેમારીની કાર્યવાહી કરી હતી. સીનિયર અધિકારીએ બદનામીના ડરથી આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતક જાવરીમલ બિશ્નોઇના પરિવારજને જણાવ્યું હતું કે, અમને અમારા પરિવારના સભ્ય પાછા આપી દો.

તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં અમને ન્યાય જોઇએ છે. આ બહુ મોટું ષડયંત્ર છે, અમારા જાવરીમલ એવો વ્યક્તિ જ નહોતો, બહુ સારો હતો. બે દિવસથી તેને માર મારવામાં આવતો હતો. તે લાંચ લેતો જ નહોતો, બહુ જ ઇમાનદાર હતો. રિપોર્ટ્સ મુજબ, ફરિયાદી દ્વારા ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં આવી હતી. આ અંગેના તમામ આવશ્યક દસ્તાવેજો ધરાવતી 6 ફાઇલ ડાયરેક્ટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટ ખાતેની ઓફિસમાં જમા કરી હતી, પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી DGFT જાવરીમલ બિશ્નોઇ દ્વારા આ અંગે NOC આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માગવામાં આવી હતી.

ફરિયાદીના જણાવ્યા મુજબ, આ NOC તેના માટે ખૂબ જરૂરી હતું કારણ કે, તેણે પોતાની ફૂડ કેનની નિકાસ માટે બેંકમાં રૂપિયા 50 લાખની ગેરન્ટી લીધી હતી અને એના માટે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડનું NOC જરૂરી હતું, પરંતુ લાંચિયા અધિકારી જાવરીમલ બિશ્નોઇ દ્વારા રૂપિયા 9 લાખની માગણી કરતા ફરિયાદીએ એવું નિર્ધારિત કર્યું હતું કે તે પ્રથમ હપ્તા પેટે રૂપિયા 5 લાખ જાવરીમલને આપી દેશે.

ગઇકાલે શહેરના ગિરનાર સિનેમાગૃહની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે ફરિયાદી આરોપી જાવરીમલને રૂપિયા પાંચ લાખ આપવો ગયો હતો અને જાવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારી લીધી હતી. એ જ સમયે CBIની ટીમ ઓફિસમાં પહોંચી ગઇ હતી અને રૂપિયા 5 લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઇને રંગે હાથ ઝડપ્યો હતો. ત્યારબાદમાં CBI દ્વારા સમગ્ર ઘટના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી અધિકારીની રાજકોટ અને તેના વતન સહિત ઓફિસ તથા ઘર પર સર્ચ ચલાવવામાં આવી રહ્યું છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.