ચાઇનીઝ દોરાએ વધુ એક ભોગ લીધો, દોરીથી ગળું કપાતા સુરતના વ્યક્તિનું મોત

ઉત્તરાયણ હવે નજીક આવી રહી છે, આ મહિને ઉત્તરાયણનો તહેવાર ખૂબ ઉત્સાહભેર મનાવવામાં આવશે, પરંતુ આ દરમિયાન લોકોને ઇજાઓ પહોંચે પણ છે અથવા તો ચાઇનીઝ દોરીઓના કારણે લોકોના મોત થઇ જાય છે. આપણે દર વર્ષે જોઇએ છીએ અથવા તો સાંભળીએ છીએ કે પતંગની દોરીથી ઘણા લોકો અને પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે અને કેટલીક વખત આ ઇજાના કારણે મોત પણ થઇ જાય છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે જ્યાં એક વ્યક્તિનું મોત થઇ ગયું છે.

પતંગની દોરીએ કામરેજના નવાગામના એક પરિવારનો વડીલ છીનવી લીધો છે. આધેડ નોકરી કરીને પાછો ઘરે ફરતો હતો, ત્યારે દોરીથી ગળું કપાતા મોત થઇ ગયું. મૃતક 52 વર્ષીય બળવંતભાઇ પટેલ ગઇ કાલે સાંજે ડાયમંડ નગરથી નોકરી કરીને ઘરે પાછો ફરી રહ્યો હતો. આ દરમિયાન સુરતથી કામરેજ તરફ જતા રસ્તા પર સહકાર નગર પાસે ગળામાં પતંગની દોરી ફસાઇ ગઇ હતી. તે ગળું કપાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો.

જો કે, ઘટનાસ્થળે પહોંચેલી 108 બળવંતભાઇ પટેલને હૉસ્પિટલે તો લઇ ગઇ, પરંતુ સારવાર મળે એ અગાઉ જ તેમનું મોત થઇ ગયું હતું. મૃતક બળવંતભાઇ પટેલ લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો. પોલીસ દ્વારા બળવંતભાઇ પટેલના શબને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યું છે. આ મામલે કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ગઇ કાલે જ વડોદરામાં પણ પતંગની દોરીથી ગીરિશ બાથમ નામના હોકી પ્લેયર મોત થયું હતું. ગીરિશ બરોડા હોકી ક્લબ તરફથી રમતો હતો. ચાઇનીઝ દોરીથી આશાસ્પદ યુવાનનું મોત થઇ ગયું છે. નવાપુરા વિસ્તારમાં આવેલા ખંડોબા મંદિરની પાસે પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાં યુવાનનું સારવાર દરમિયાન સયાજી હૉસ્પિટલમાં મોત થઇ ગયું હતું. લોહીલુહાણ હાલતમાં સયાજી હૉસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.

રવિવાર સાંજે 6:30 વાગ્યે વડોદરામાં રહેતો પૂર્વ નેશનલ હોકી પ્લેયર રાહુલ બાથમ કામ માટે આર.વી. દેસાઇ રોડ પર નીકળ્યો હતો. દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશન નજીક બાઇક સવાર રાહુલના ગળામાં પતંગની દોરી આવી જતા તેના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી સારવાર માટે તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. રાહુલને સયાજી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો ત્યારે ખૂબ જ લોહી વહી રહ્યું હતું.

ડૉક્ટર્સ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ ગળાની નસો કપાઇ જતા અને વધારે લોહી વહી જતા તેનું મોત થયું હતું. જેથી પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પતંગની દોરીથી ગળું કપાતા કરૂણ મોતને ભેટેલો યુવક રાહુલ વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલ ભાથીજી પાર્કનો રહેવાસી છે. તે કામ અર્થે આર.વી.દેસાઇ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે અચાનક તેના ગળામાં દોરી વાગી હતી અને તેનું મોત થયું.

About The Author

Top News

AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એકવાર પોતાના જ નિર્ણયોમાં ગંભીર સંકલનના અભાવને કારણે ચર્ચા છે. અમદાવાદના 16 બ્રિજ પર...
Gujarat 
AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.