ટ્રાફિક નિયમો તોડનારા માટે અમદાવાદમાં નવો પ્રયોગ, રસ્તામાં યલો બોક્સ રખાયું

PC: twitter.com

દેશભરના શહેરોની જો કોઇ સૌથી મોટી સમસ્યા હોય તો તે ટ્રાફીકની છે, વાહનોની સંખ્યા એટલી વધી ગઇ છે કે રસ્તા પર તમને ઠેર ઠેર વાહનો જ દેખાય. ટ્રાફીક સમસ્યાનું નિવારણ દરેક શહેર માટે માથાનો દુખાવો હોય છે. તમે બેગુલુરુ જાઓ તો કલાકો સુધી તમે ટ્રાફીકમાં ફીટ થઇ જાઓ. એવું ગુજરાતના અમદાવાદ કે સુરતમાં પણ જોવા મળે છે. કલાકો સુધી ઘણી વખત ટ્રાફીક જામ થઇ જતો હોય છે. તેમાં પણ ઘણા વાહન ચાલકો તો જાણે ટ્રાફીકના નિયમો તોડવા માટે જ પેદા થયા હોય એમ વર્તતા હોય છે.

હવે અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશન{ AMC)એ એક નવો પ્રયોગ શરૂ કર્યો છે, જેને લીધે જો તમે ટ્રાફીકનું સિગ્નલ ચાલું થાય તે પહેલાં ઉતાવળમાં તમારા વાહન સાથે ઝીબ્રા કરશો કે તરત તમને દંડ થઇ જશે. AMCએ અત્યારે પ્રાયોગિક ધોરણે એક જ વિસ્તારમાં આવી સીસ્ટમ લાગી કરી છે. સફળતા મળ્યા પછી બીજા વિસ્તારોમાં પણ લાગૂ કરવામાં આવશે.

અમદાવાદની ટ્રાફીકની સમસ્યા પણ જગજાહેર છે.ટ્રાફીકની સમસ્યાના નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાંજરાપોળ તરફ જતા વિસ્તારમાં રસ્તા પર એક યલો બોક્સની ડિઝાઇન દોરેલી છે. તમે અમદાવાદમાં હો અને પાંજરાપોળ વિસ્તારમાં આ યલો બોક્સને જુઓ તો ચોંકી ન જતા. આ યલો બોક્સ ટ્રાફીક મેનેજમેન્ટ માટે ડિઝાઇન કરાયું છે.અમદાવાદનો પાંજરાપોળ વિસ્તાર એ સૌથી વ્યસ્ત ટ્રાફિકવાળો વિસ્તાર કહેવામાં આવે છે. AMCએ પાંજરાપોળ ચાર રસ્તા પાસે યલો કલરનું માર્કિંગ બોક્સ રાખ્યું છે.

હવે તમને એ સવાલ થશે કે આ યલો બોક્સ શું કામ કરશે? તો  AMC આ યલો બોક્સ એટલા માટે મુક્યું છે, કે જો તમે સિગ્નલ બંધ હોવા છતા, તમારું વાહન આગળ લઇ જઇને ઝીબ્રા કોસિંગ પાસે યલો બોક્સ સુધી પહોંચી જશો એટલે તમારે દંડ ભરવાની નોબત ઉભી થશે. એટલે ટ્રાફીકમાં ઉભા હો તો, સિગ્નલ ચાલું થાય તે પહેલાં આગળ જવાની ઉતાવળ કરતા નહી.

AMCએ કહ્યુ કે, લોકો ટ્રાફીકના નિયમોનું પાલન કરે તેના માટે આ યલો બોક્સની સીસ્ટમ રાખવામાં આવી છે. અહીં સફળ થયા પછી બીજા 25 પોઇન્ટસ પર યલો બોક્સ મુકવામાં આવશે.

જો કે અમદાવાદમાં આ પહેલીવાર છે, પરંતુ આવા યલો બોક્સનો ઉપયોગ 1967ની સાલમાં સૌપ્રથમ વખત  UKના  લંડનમાં કરવામાં આવ્યો હતો. યલો બોક્સ જંક્શનનો નિયમ હોય છે કે જેટલા ભાગમાં પીળા રંગથી આ બોક્સ દોરવામાં આવ્યાં છે તેટલા એરિયામાં તમે યલો બોક્સમા વાહન ઊભું રાખી શકશો નહીં.તમે યલો બોક્સમાં ત્યારે જ ઉભા રહી શકશો  તમારે જમણી તરફ જવું છે અથવા તો સામે તરફથી કોઈ વાહન આવી રહ્યું છે. જો આ નિયમનું પાલન નહીં  કરવામાં આવે તો નક્કી કરવામાં આવેલી પેનલ્ટી વાહન ચલાવનારે ભરવી પડશે. બેંગલુરુમાંઆ નિયમ તોડવા બદલ 500થી 700 રૂપિયાનો દંડ કરવામાં આવે છે.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp