ખાખીને કલંકિત કરતો કિસ્સો, જ્યાં બંદોબસ્ત હતો ત્યાં જ પોલીસ કર્મચારી નશામાં ધૂત

PC: News18.com

સુરેન્દ્રનગરના ગામમાં એક પોલીસ કર્મચારીને બંદોબસ્તની વ્યવસ્થામાં મુકવામાં આવ્યો હતો, એ જ સ્થળે તે નશામાં એટલો ધૂત થઇ ગયો હતો કે લથડીયા ખાઇ રહ્યો હતો, આ જોઇને ગામના લોકો ભેગા થઇ ગયા હતા અને નશામાં ધૂત પોલીસનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.  પોલીસની હાલત એવી હતી કે ટોળા સામે તેની બોલવાની પણ તાકાત નહોતી દેખાતી. પાછું આ નશામાં ધૂત મોટી ઉંમરનો પોલીસવાળો પણ નહોતો એકદમ યુવાન પોલીસ હતો. ગામમાં વાતનું વતેસર થાય તે પહેલાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને મામલો શાંત પાડી દેવામાં આવ્યો હતો. જો કે આવું પહેલીવાર નથી, કેટલાંક પોલીસે પોતાની ફરજ પર પણ દારૂ પીને આવતા હોય છે. ખાખી વર્દીને લજવતો આ વીડિયો જોઇને લોકો ગુસ્સામાં છે.

ગાંધીના ગુજરાતમાં આમતો દારૂબંધી છે અને સરકારે કડક નિયમો પણ બનાવ્યા છે, પરંતુ આ બધું માત્ર કાગળ પર છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે અને તેમાં પણ પોલીસ વાળા જ અનેક વખત નશામાં ધૂત જોવા મળતા હોય છે.

પોલીસ લોકોની સુરક્ષા માટે હોય છે અને એક સન્માનીય પદ છે, ઘણા પોલીસો મહેનત કરીને લોકોની સુરક્ષા કરે છે અને અપરાધીઓને જેલના સળિયા પાછળ ધકેલી દે છે, પરંતુ કેટલાંક પોલીસો ખાખીને કલંકિત કરવાનું કામ કરે છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવાન પોલીસ નશામાં ધૂત જોવા મળી રહ્યો છે અને લથડીયા ખાઇ રહ્યો છે. ગામના લોકોએ જબરદસ્ત હંગામો મચાવી દેતા આ પોલીસવાળો ગભરાઇ ગયેલો દેખાઇ છે. આ બધા વચ્ચે ગામના લોકોએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. ઘટનાની પોલીસને જાણ થતા ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 આ પહેલાં બનાસકાંઠામાં પણ એક ટ્રાફીક પોલીસ નશામાં ધૂત હતો  લોકોએ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. ઘણી વખત આ દારૂડીયા પોલીસવાળાને ટોળાઓ માર પણ મારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp