26th January selfie contest

સુરતના વરાછામાં ખાનગી ફાયનાન્સર ઓફીસને તાળા મારીને ફરાર,700 લોકો ફસાયા

PC: news18.com

તમે બોલિવુડની કોમેડી ફિલ્મ ‘ફીર હેરાફેરી’ જોઇ હશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ અને બિપાસા બાસુ સહિતના કલાકારોએ અભિનય કર્યો હતો.  એક ખાનગી ફાયનાન્સ કંપનીની લોભામણી ઓફરમાં આવીને અક્ષય, પરેશ રાવલ, સુનિલ શેટ્ટી લાખો રૂપિયા ગુમાવે છે એવું ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આવી જ કઇંક ઘટના સુરતમાં પણ બની છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદ્દાર આર્કેડમાં એક ખાનગી ફાયનાન્સ કંપની શરૂ થઇ હતી અને તેણે લોકોને ગોલ્ડ પર લોન આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ આ ખાનગી કંપની ઓફીસને તાળા મારીને ફરાર થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે. લગભગ 700 લોકોએ આ કંપની પાસેથી સોનાની સામે લોન લીધી હતી.

ન્યૂઝ 18 ગુજરાતીના એક રિપોર્ટ મુજબ સુરતના ખાંડબજાર વિસ્તારમાં આવેલા પોદ્દાર આર્કેડમાં IBV ફાયનાન્સ કંપનીની ઓફીસ આવેલી છે. આ કંપની ગોલ્ડ સામે લોકોને ધિરાણ આપવાનું કામ કરતી હતી અને અનેક લોકોએ આ ખાનગી કંપની પાસેથી સોનાના દાગીના મુકીને ધિરાણ લીધું હતું.

 આ ખાનગી કંપનીએ કઇંક એવું કર્યું કે લોકો એમાં ફસાઇ ગયા. IBV ફાયનાન્સ કંપની પ્રદીપ ભીમાણીએ લોકોએ જે દાગીના મુકીને લોન લીધી હતી તેમના દાગીના અન્ય બેંકોમાં મુકીને તેની સામે બમણું ધિરાણ મેળવી લીધું હતું અને પછી પ્રદીપ ભીમાણી IBV ફાયનાન્સની ઓફીસને તાળાં મારીને ફરાર થઇ ગયો હતો.

લોકોને જ્યારે ખબર પડી કે IBV ફાયનાન્સની ઓફીસને તાળાં લાગી ગયા છે ત્યારે બધા પોદાર આર્કેડમાં ભેગા થયા હતા અને વરાછા પોલીસ સ્ટેશનમાં જઇને રજૂઆત કરી છે.

જે લોકોએ દાગીના પર લોન લીધી હતી તેમનું કહેવું હતું કે, ખાનગી ફાયનાન્સરે અન્ય બેંકોમાં અમારા દાગીના મુકીને બમણી રકમ ધિરાણ તરીકે મેળવીને ભાગી છુટ્યો છે. લોકોએ એમ પણ કહ્યુ કે દાગીના પર ધિરાણ મેળવ્યા પછી પ્રદીપ ભીમાણી બમણી રકમની માંગણી કરતો હતો. અંદાજે 700 લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.

ખાનગી ફાયનાન્સરમાં લોકો એવી રીતે ફસાયા હતા કે ઘણા બધા લોકોએ તો દાગીના સામે જે ધિરાણ મેળવ્યું હતું, તેના ઘણા બધા હપ્તા પણ ભરી દીધા હતા.  અત્યારે તો  લોકોના દાગીના ગયા છે અને હપ્તાની ભરેલી રકમ પણ ગઇ છે.

આવા ધૂતારા અને ગઠીયાઓની આજકાલ કમી નથી. ભોળા ભાળા લોકોને લોભામણી લાલચ આપીને છેતરી રહ્યા હોવાના અનેક કિસ્સા સામે આવતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp