રાજકોટમાં સસરાએ પુત્રવધૂને કરાવ્યા નગ્ન લાઈવ શૉ, પતિ-સાસુએ પણ..
રાજકોટમાંથી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટનાસામે આવી છે. શહેરમાં ભદ્ર સમાજની એક પરિણીતાને તેના સસરા પૈસા માટે નગ્ન લાઇવ શૉ કરાવતો હતો, આ બધા વીડિયોને સસરો વેબસાઇટ પર મૂકતો હતો, એટલું જ નહીં લાઇવ શૉના વીડિયોને વૉટ્સએપ ગ્રુપમાં વાયરલ પણ કરાતા હતા. આ શરમજનક કરતૂકમાં સસરાને પરિણીતાનો પતિ અને તેની સાસુ પણ સાથ આપતા હતા. જ્યારે આ તમામ કરતૂકોની જાળમાંથી નીકળવા માટે જ્યારે પરિણીતા પોતાના પિયર પહોંચી ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો.
હાલમાં શહેરના ભક્તિનગર પોલીસે આ પરિણીતાના પતિ, સાસુ અને સસરા ત્રણેય વિરુદ્ધ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આરોપી પતિ, સાસુ અને સસરાની સાયબર ક્રાઇમે ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી દીધી છે. મીડિયો રિપોર્ટ્સ મુજબ, રાજકોટના પોશ વિસ્તારમાં રહેતા પરિવારની 2 વર્ષીય વહુ સાથે દુષ્કર્મ અને અત્યાચાર કર્યો હોવાની વાત સામે આવી છે. શહેરમાંથી જે ઘટના સામે આવી છે, તે મુજબ, અહીં એક સસરો પોતાની પુત્રવધૂને એક હૉટેલમાં લઇ ગયો હતો, ત્યાં સસરાએ વહુને ત્રણ આફ્રિકન કૉલ ગર્લ બતાવી અને કહ્યું કે મારો દીકરો તેની સાથે જે રીતે સેક્સ કરે તેવી રીતે તારે હવે ઘરે કરવાનું છે.
હૉટલમાંથી જ્યારે તેઓ ઘરે આવ્યા તો પતિએ ઘરે આવી હૉટેલના દૃશ્યોનું પુનરાવર્તન કર્યુ હતું. જો કે, જ્યારે વહુને તેનો પતિ તે દૃશ્યોનું પુનરાવર્તન કરી રહ્યો હતો, ત્યારે તેના સસરો CCTV કેમેરાથી આ બધુ જોતો હતો અને પછી વહુના નગ્ન વીડિયો વૉટ્સએપ ગ્રુપપમાં પણ વાયરલ કર્યા હતા. જો કે, હદ વટી ગયા બાદ વહુ સાયબર ક્રાઇમ પોલીસમાં પહોંચી હતી. અહીં સસરા, પતિ અને સાસુ વિરુદ્ધ વહુએ બળાત્કાર, બળજબરી, છેડતી, IT એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
આ ઘટનામાં સસરાને પૈસાની જરૂર હોવાની વાત સામે આવી હતી. સસરાને પૈસામાં પોતાના સસરાની ભાગીદારી છૂટી કરવા તેની જરૂરિયાત હતી, તેથી તેને મકાન વેંચવુ પડે તેમ હતું અને એ પણ શક્ય ન હોવાથી તેણે પોતાની વહુનો ઉપયોગ કર્યો હતો. તેને વહુને કહ્યું હતું- તને માસ્ક પહેરાવી તારા નગ્ન વીડિયો વેબસાઇટમાં મુકીશું, તેનાથી આપણને પૈસા મળશે, પરંતુ વહુએ તેમ કરવાની ના પાડી હતી, તો સસરાએ કહ્યું હતું કે, ફેમિલી માટે તો તું આટલું કરી જ શકે ને? સાસુએ પણ આ બધામાં સહમતી આપી હતી.
જ્યારે વહું બાળકોને ફીડિંગ કરાવતી ત્યારે પણ સસરો રૂમમાં આવી અભદ્ર ચેનચાળા અને શારીરિક અડપલા કરતો હતો. રાતે વહુના એકથી બે ન્યૂડ લાઇવ શૉ સસરો ચલાવતો હતો. એ વખત પતિ અને સાસુ પણ રૂમમાં બેસી આ બધુ જોતા હતા. સતત આવા શૉ કરવાથી ગુપ્તાંગમાં ઇન્ફેક્શન થતા સસરાએ બળજબરી ત્યાં મલમ લગાવી છેડછાડ કરી હતી. સતત હેરેસમેન્ટનો ભોગ બનેલી વહુ થોડા દિવસ અગાઉ સાસરેથી નીકળી પીયરે પહોંચી હતી.
ત્યારબાદ આખી ઘટનાનો ખુલાસો થયો અને તે પછી પોલીસ સુધી પહોંચ્યો હતો. PI કે.જે. મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સસરો અંધશ્રદ્ધામાં માનતો હોવાથી વહેવી ડિલિવરી નહી કરે તો તારો પતિ મરી જશે તેવી અવારનવાર ધમકીઓ આપતો હતો. તેમજ પરિણીતા જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તેનો સસરા આવીને તેની સાથે બળજબરી કરતો હતો અને પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરીને છેડતી પણ કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp