દરિયામાં એક વાવાઝોડું આકાર લઇ રહ્યું છે જેને ‘તેજ’ નામ અપાયું, વરસાદ પડશે

PC: thestatesman.com

ગુજરાતમાં ચોમાસાની સિઝન પુરી થઇ હોવાનું હવામાન વિભાગે હજુ થોડા સમય પહેલા જ જાહેર કર્યું હતું અને જૂન મહિનામાં બિપોરજોય વાવાઝોડના ટેન્શનમાંથી લોકો હજુ માંડ બહાર આવ્યા છે ત્યારે ફરી એક બીજું વાવાઝોડું સક્રીય થઇ રહ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.જેને ‘તેજ’ નામ આપવામાં આવ્યું છે.

જાણવા મળેલી માહિતી મુજબ અરબી સમુદ્ધમાં દક્ષિણ પૂર્વ અને દક્ષિણ મધ્યમાં એક મજબૂત લો પ્રેસર સિસ્ટમ સક્રીય થઇ છે. જેને કારણે 21 ઓકટોબર સુધીમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને દિલ્હીમાં પવન ફુંકાવવાની સાથે છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. લો પ્રેસરને કારણે દરિયામાં એક વાવાઝોડું પણ આકાર લઇ રહ્યું છે જેને ‘તેજ’ નામ આપવમાં આવ્યું છે.

ગુજરાતના હવામાન વિભાગના કહેવા મુજબ વર્ષ 2023ની શરૂઆતથી જ અરબી સમુદ્ધમાં સક્રીયતા જોવા મળી રહી છે, જેને કારણે ગુજરાતના વાતાવરણ પર પણ અસર રહી છે.

આ ચોમાસાની સિઝનમાં ખેડુતોનો ચોમાસું પાક તૈયાર થઇ ગયો છે એવા સમયે લો પ્રેસર ને કારણે વરસાદની શક્યતાએ ખેડુતોમાં ચિંતા વધારી છે. 150 કિ.મીની ગતિએ પવન ફુંકાવવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે અમે વાવાઝોડાની દરેક ગતિવિધી પર નજર રાખી રહ્યા છે.

‘તેજ’ વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે તે વિશે અત્યારે કહેવું મુશ્કેલ છે. અત્યારે એટલી માહિતી મળી રહી છે કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ધ અને કેરળના દરિયા કિનારે એક સાઇક્લોનિક સર્ક્યુલેશને આકાર લીધો છે જે સમુદ્ધ સપાટીથી 3.1 કિ.મી ઉપર હોવાનું માનવામાં આવે છે. આ બધી પ્રક્રિયાને કારણે આગામી 48 કલાકમાં દક્ષિણ પૂર્વ અને આસપાસના પૂર્વ મધ્ય અરબી સમુદ્ધમાં ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાઇ શકે છે.

અત્યારે તો માત્ર લો પ્રેસર બન્યું છે, પરંતુ વાવાઝોડું બન્યા બાદ તેનો ટ્રેક નક્કી થશે. જો કે કેટલાંક નિષ્ણાતોનું કહેવું છે કે ‘તેજ’ વાવાઝોડું ઓમાન તરફ જવાની વધારે શક્યતા દેખાઇ રહી છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે પણ થોડા દિવસો પહેલા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, એક નહીં બબ્બે વાવોઝાડો સક્રીય થઇ રહ્યા છે. અરબી સમુદ્દ અને બંગાળની ખાડી બંનેમાં વાવાઝોડા આકાર લઇ રહ્યા છે. 18 ઓકટોબરથી લો પ્રેસર બનવાનું શરૂ થયું છે. 26 તારીખની આજુબાજું વાવાઝોડું આવી શકે એમ અંબાલાલ પટેલે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વાવાઝોડું મજબુત હોવાની ધારણા છે. કેટલાંક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp