વર્ષગાંઠના દિવસે જ રાજકોટની મહિલાનું હાર્ટ ઍૅટેકથી મોત, રસોઇ બનાવતા ઢળી પડ્યા

PC: divyabhaskar.co.in

રાજકોટમાં એક 36 વર્ષના મહિલાની વર્ષગાંઠની પરિવારમાં તૈયારી ચાલતી હતી, બધાના ચહેરા પર ખુશી હતી, પરંતુ એ ખુશી પળવારમાં શોકમાં પલટાઇ ગઇ હતી, કારણકે રસોઇ બનાવી રહેલી મહિલાને છાતીમાં દુખાવો થતા ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું છે. જે દિવસ્ જન્મ થયો હતો એ જ દિવસે તેમનું મુત્ય થયું.ગુજરાતમાં છેલ્લાં 6 મહિનાથી યુવાન વયના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. બે દીકરીઓને છોડીની માતા અનંતની વાટે નીકળી ગઇ હતી.

રાજકોટ શહેરના આજી ડેમ ચોક પાસે આવેલ અનમોલ પાર્ક-1માં રહેતા જાણીતા DJ ધર્મેશભાઇ ઉર્ફે અક્કી રાઠોડના પત્ની નિશિતા બેનની 27 જુલાઇએ વર્ષગાંઠ હતી અને પરિવારમાં ખુશીની માહોલ હતો. નિશિતાબેન રસોડામાં રોટલી વણી રહ્યા હતા ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ કિચનમાં જ ઢળી પડ્યા હતા. નિશિતા બેનને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં તબીબોએ તેમનું હાર્ટએટેકને કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું.

નિશિતા બેનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યુ હતું કે, તેમની ગર્ભાશયની કોથળી ફાટી જવાને કારણે તેમને હાર્ટએટેક આવ્યો હતો. પરિવારજનોએ કહ્યુ હતું કે, નિશિતાને આ પહેલાં કોઇ બિમારી નહોતી.

નિશિતા બેન એક 12 વર્ષની અને 1 7 વર્ષની દીકરીને કલ્પાંત કરતા છોડી ગયા છે.

નિશિતા બેનની વર્ષગાંઠને કારણે રાઠોડ પરિવારમાં ખુશી હતી અને બધા તેમની 36મી વર્ષગાંઠ ઉજવવા માટે થનગનતા હતા, પરંતુ ઇશ્વરને કઇંક બીજું જ મંજૂર હતું અને સાવ યુવાન વયે નિશિતા બેનના મોતથી રાઠોડ પરિવાર પર દુખનો પહાડ તુટી પડ્યો છે.

ગુજરાતની અંદર છેલ્લાં કેટલાંક સમયથી આપણને જાણવા મળી રહ્યું છે કે સાવ નાની ઉંમરના લોકો હાર્ટએટેકનો ભોગ બની રહ્યા છે. કિક્રેટ રમતા રમતા કે કિક્રેટની પ્રેકટીસ કરતા તંદુરસ્ત યુવાનો પર હ્રદયરોગનો હુમલો થઇ રહ્યો છે. કેટલાંક યુવાનો લગ્નમાં નાચતા નાચતા મોતને ભેટી રહ્યા હોવાના બનાવો પણ બન્યા છે.

થોડા સમય પહેલાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતું કે હાર્ટએટેકના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને એક સ્ટડી કરવામાં આવી રહ્યો છે, એ પછી સામે આવશે કે યુવાનોમાં હાર્ટેએટેકનું પ્રમાણ શા માટે વધી રહ્યું છે. તબીબો કસરત કરવાની અને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp