ગુજરાતનો એક યુવાન ગરબાની પ્રેકટીસ કરતા કરતા ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોત

PC: indiatv.in

ગુજરાતમાં હાર્ટ એટેકનો એક ડરામણો કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં એક 19 વર્ષનો છોકરો ગરબા રમવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો અને થોડા સમય બાદ તેનું મોત થયું હતું. 19 વર્ષના છોકરાના મોત બાદ બધા આઘાતમાં છે કે આ શું થઈ રહ્યું છે? સ્થળ પર હાજર લોકો છોકરાને હોસ્પિટલ લઈ ગયા હતા,તબીબોએ તપાસ કરતાં યુવકને મૃત જાહેર કર્યો હતો. છેલ્લાં બે દિવસમાં જ ગુજરાતમાં 3 યુવાનોને હાર્ટ એટેક આવ્યા હોવાના બનાવો બન્યા છે. હાર્ટ એટેક હવે યુવાનોને વધારે શિકાર બનાવી રહ્યો છે, જે એક ચિંતા ઉપજાવનારી બાબત છે.

સૌરાષ્ટ્ર, ગુજરાતમાં હાર્ટ એટેકના ઘણા કેસ નોંધાયા છે. આ પૈકી લગ્નમાં ડાન્સ કરતી વખતે, ક્રિકેટ રમતી વખતે, કાર ચલાવતી વખતે અથવા જીમમાં કસરત કરતી વખતે ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. તાજેતરની ઘટનાએ ફરી એકવાર લોકોને ડરાવી દીધા છે. નવરાત્રી દરમિયાન ગરબા રમવા માટે 19 વર્ષના છોકરાએ ગરબા શીખવા માટે ક્લાસમાં એડમિશન લીધું હતું. જ્યારે તે ગરબાની પ્રેકટિસ કરતો હતો ત્યારે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.

જાણવા મળેલી વિગત મુજબ જામનગરમાં રહેતા વિનીત કુંવારિયાએ ગરબા રમવા માટે ગરબા ક્લાસ જોઇન કર્યા હતા. વિનીતે ઘરના લોકોની પણ મંજૂરી લીધી હતી.

વિનીત ગરબા કલાસમાં પ્રેકટીસ કરતો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને જમીન પર ઢળી પડ્યો હતો. સાથી મિત્રો ગભરાઇ ગયા હતા અને તાત્કાલિક વિનીતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.પરંતુ હોસ્પિટલના ડોકટરોએ વિનિતીને મૃત જાહેર કરી દીધો હતો. મોતના સમાચાર મળતા વિનીતના પરિવાર પર આભ તુટી પડ્યું હતું. વિનીતના નવરાત્રીમાં ગરબા રમવાનું સપનું રોળાઇ ગયું હતું.

જો કે આશ્ચર્યની વાત એ છે કે હજુ 4 દિવસ પહેલાં જ જુનાગઢમાં પણ આવો જ કિસ્સો બન્યો હતો. 24 વર્ષનો યુવાન ગરબાની પ્રેકટિસ કરતા કરતા ઢળી પડ્યો હતો અને તેનું પણ હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.

યુવાનો અચાનક હાર્ટ એટેકને કારણે મોતને ભેટતા હોય તેવા માત્ર આ એક બે કિસ્સા નથી, પરંતુ છેલ્લાં 6 મહિનાથી યુવાનો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. 19 વર્ષથી માંડીને 40 વર્ષના લોકોને અચાનક હુમલાં થઇ રહ્યા છે એ ખરેખર ચિંતાનો વિષય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp