આપમાંથી બળવો કરીને ભાજપમાં જતા નેતાઓ વિશે ગોપાલે જુઓ શું કહ્યું

PC: facebook.com/AAPGujarat

ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાએ કોર્પોરેટરો ભાજપમાં સામેલ થવાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, જ્યારથી ગુજરાતની વિધાનસભાં ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)એ એક હિંમત કરીને ચૂંટણી લડી બતાવી. ખૂબ મહેનત કરીને સંઘર્ષ કરીને 40 લાખ લોકોનો વિશ્વાસ જીતી બતાવ્યો. આ સાથે જ 5 સીટો અને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવી બતાવ્યો ત્યારથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. ભાજપને એમ લગાવ માંડ્યું છે કે, આજે નહીં તો કાલે ભવિષ્યમાં પણ જો ભાજપને કોઈ ટક્કર આપશે તો ગુજરાતથી લઈને ભારત કેન્દ્ર સરકાર સુધી. એ માત્ર આમ આદમી પાર્ટી હશે.

તેમણે આગળ કહ્યું કે, આજે બની શકે કે પાર્ટી નાની હોય, આજે બની શકે કે ધાર્યા પ્રમાણેની સીટો આવી ન હોય. પણ ભાજપની અંદર એટલો બધો ડર છે કે ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટી ભાજપની ચેલેન્જર બનશે. ભાજપને હરાવી બતાવશે, ઘરભેગી કરી બતાવશે. એટલે ભાજપ યેનકેન પ્રકારે તોડી નાખવા, ખતન કરી નાખવા માટેના પ્રયાસો કેન્દ્રથી લઈ રાજ્ય અ કોર્પોરેશન સુધી કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રમાં જોઈએ તો અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલને CBIનું સમન્સ આપવામાં આવ્યું.

એ સાથે જ ગુજરાતમાં જોઈએ તો અત્યારે મને સુરત ક્રાઇમ બ્રાન્ચે અરેસ્ટ કર્યો. એ સિવાય સુરત કોર્પોરેશનમાં જોઈએ તો કરોડો રૂપિયા આપીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પાર્ટી બદલવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ બતાવે છે કે ભાજપ અંદરથી ડરે છે. જો આમ આદમી પાર્ટી બચશે, સક્રિય રહેશે તો ભવિષ્યમાં પણ ભાજપને તકલીફ પડશે. એટલે તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ કેટલાક કોર્પોરેટરોને કેટલાક લાખ રૂપિયા આપીને ભાજપની અંદર જોડવામાં આવ્યા.

આજે ફરીથી પાર્ટીમાંથી કાઢી મૂકેલા એક બે કોર્પોરેટરને અમૂક રૂપિયા આપ્યા. આમારો આરોપ નથી હવે તો ઓડિયો, વીડિયો પણ વાયરલ થયા છે. કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે કેટલાની ડીલ થઈ છે. ગુજરાતની જનતાએ જે 156 સીટ આપી છે એ 156 કોલેજો બનાવવા માટે, 156 સારી હૉસ્પિટલો બનાવવા માટે કે 156 સારા રિસર્ચ સેન્ટરો બનાવવા માટે આપી છે. પાર્ટીઓ તોડી પાડવા માટે કરોડો રૂપિયા ખરચવા માટે નથી આપી. પરંતુ આ સંઘર્ષનો સમય છે, મુશ્કેલીનો સમય છે, ભાજપ પાસે અમર્યાદિત સત્તા છે.

પૈસાનો નશો છે. તેની સામે લડી રહેલા એક એક ક્રાંતિકારી કાર્યકર્તાને હું સલામ કરું છું. અમે આ જ ગુજરાતમાં લડતા રહીશું, આજ સુરતમાં એક દિવસ સફળ થઈને બતાવીશું. આ જે લોકશાહીની હત્યા કરવાવાળા છે એમના મોઢા પર જીત મારીને બતાવીશું. યુવરાજ સિંહે કહ્યું કે હું આપમાં જાઉ છું એટલે મને સમન્સ આપવામાં આવે છે. તેના પર ઇટાલિયાએ કહ્યું કે, બરાબર છે આપમાં ચે એટલે કેજરીવાલને CBIનું સમન્સ આવે, આમ આદમી પાર્ટીમાં હોય તો યુવરાજ સિંહને SOGનું સમન્સ આવે. આમ આદમી પાર્ટીમાં હોય તો ગોપાલ ઇટાલિયાને ક્રાઇમ બ્રાંચનું સમન્સ આવે. આ શું ચાલુ કરી દીધું છે. આ તો ચોખ્ખી ગુંડાગાર્દી છે.

યુવરાજ સિંહની ધરપકડ થશે તો શું આમ આદમી પાર્ટી મેદાનમાં આવશે? આ સવાલ પર ઇટાલિયાએ કહ્યું કે, એ બાબતે હાલમાં જે પોલીસની તપાસ ચાલી રહી છે, ધરપકડ થશે તો જો અને તો વાળી વાતમાં શું કારણ બતાવે છે ધરપકડના. એ બાબતે પોલીસ પાસે શું પુરાવા છે. એ બધી વસ્તુ ધ્યાનમાં લીધા બાદ આપણે આગળની વાત કરી શકીએ. આખો ડમી કાંડ છે તેને કઈ રીતે જોઇ રહ્યા છે. યુવરાજ સિંહ પાસે કોઈ ડોક્યૂમેન્ટ છે હોય શકે છે?

આ સવાલ પર ઇટાલિયાએ કહ્યું જે ડમી કાંડ છે એ તો વાસ્તવિકતા છે. પોલીસે પોતે FIR નોંધી છે. તેનો મતલબ એ કે પોલીસ, ભાજપની સરકાર એ માને છે કે ગુજરાતમાં ક્યાંક ડમી કાંડ થયો છે. તેનો મતલબ એ કે જે તે વખતે યુવરાજ સિંહે મુદ્દો ઉઠાવ્યો હતો એ સાચો હતો. ડમી કાંડ થયો છે. ત્યારે ભાજપવાળા માનવા તૈયાર નહોતા. આજે તેમણે જ FIR કરી છે. હા ડમી પ્રકરણ થયું છે. પોલીસે તપાસ દરમિયાન ખોળી કાઢ્યું. 11 વર્ષથી ડમી પ્રકરણ ચાલે છે. પોલીસે જ શોધી કાઢ્યો કે એ માત્ર સરકરરી ભરતીમાં જ નહીં બીજી-ત્રીજી રીતેનું ડમી પ્રકરણ છે. આખી ભાજપ જ ડમી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp