કેજરીવાલે ગુજરાતના 4 ધારાસભ્યોનું કદ વધારી દીધું, નેશનલ લેવલની જવાબદારી આપી

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સામેના કેસના ટેન્શન વચ્ચે અરવિંદ કેજરીવાલે ગુજરાતના 4 ધારાસભ્યોને મોટી જવાબદારી સોંપીને તેમનું રાજકીય કદ વધારી દીધું છે. તેમાં પણ બે ધારાસભ્યોને તો અન્ય જવાબદારી પણ આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ચૂંટણી પ્રચારથી સૌનું ધ્યાન ખેંચનારી આમ આદમી પાર્ટી સંગઠનના વિસ્તરણમાં વ્યસ્ત છે. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ડો.સંદીપ પાઠકે ગુજરાતના ચાર ધારાસભ્યોને રાષ્ટ્રીય ટીમમાં સમાવેશ કર્યો છે. પાર્ટીએ ગુજરાતમાંથી બે ધારાસભ્યો હેમંત  ખવા અને ચૈતર દેસાઇને રાજસ્થાનના સહ પ્રભારી પણ બનાવ્યા છે.

હેમંત ખવા

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતે ચાર ધારાસભ્યોની પદોન્નિત કરીને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરી છે. જેમાં ભૂપત ભાયાણી, હેમંત ખવા, સુધીર વાઘાણી અને ઉમેશ મકવાણાના નામ ધારાસભ્યોમાં સામેલ છે. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ ડો.સંદીપ પાઠકે આ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી.

ભુપત ભાયાણી

પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ ડો.સંદીપ પાઠકે આ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી. પાર્ટીએ તેના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભામાં નેતાની જવાબદારી આપી છે. નવી જાહેરાતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજસ્થાનના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીએ રાજસ્થાન માટે કુલ સાત પ્રભારીઓની નિમણૂક કરી છે. જેમાં ચૈતર વસાવા સાથે હેમંત ખવાના નામનો સમાવેશ થાય છે.

ચૈતર વસાવા

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી વિપશ્યનાની સાધના કરીને પરત ફર્યા છે, તાજેતરમાં તેમણે વડોદરામાં પાર્ટી સંગઠનની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મનોજ સોરઠીયા, અલ્પેશ કથીરિયા હાજર રહ્યા હતા. આ બેઠકમાં વડોદરાના AAPના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. વડોદરમાં અત્યારે પ્રતિમા વ્યાસને શહેર અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે.

ઉમેશ મકવાણા

આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પછી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને હટાવીને ઇસુદાન ગઢવીને જવાબદારી સોંપી હતી. ઇસુદાન પ્રમુખ બન્યા પછી પાર્ટીમાં ખાસ્સા બદલાવ જોવા મળી રહ્યા છે.

ઇસુદાન ગઢવી સામે પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓની સાથે લોકસભાની ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કરવાનું દબાણ છે. આદમી પાર્ટીનો રોડમેપ અને ભવિષ્ય લોકસભા ચૂંટણી દ્વારા જ નક્કી થાય તેવી અપેક્ષા છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને લગભગ 13 ટકા વોટ મળ્યા હતા. આ વોટ બચાવવાની સાથે સાથે વોટ શેર  વધારવાનો પણ મોટો પડકાર છે

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.