ABVPના નેતાનો લોચો, ભૂપેન્દ્ર પટેલને ABVPના CM કહી દીધા પછી...

PC: twitter.com

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)ના ભાવનગરમાં યોજાયેલા એક અધિવેશનમાં ABVPના મંત્રીએ એક એવો લોચો માર્યો કે હોલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. પરિષદના મંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ABVPના મુખ્યમંત્રી કહી દીધા હતા. પછી મંત્રીને ખબર પડી કે ભાગંરો વટાઇ ગયો છે, એટલે તેમણે CMની સામે જોઇને કહ્યુ કે સોરી, સોરી, લોચો વાગી ગયો.

ABVPના 54માં અધિવેશનનો શનિવારથી ભાવનગરમાં પ્રારંભ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અધિવેશનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે  ભાવનગર ABVPના અધિવેશન સ્વાગત સમિતિના મંત્રી અમર આચાર્ય બોલવા ઉભા થયા હતા. તેમણે વકત્વ્યમાં ભૂપેન્દ્ર પટેલની ઓળખ આપવામાં ભાંગરો વાટી દીધો અને કહ્યુ કે ABVPના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આટલું બોલતાની સાથે સભામાં બધા ચોંકી ગયા. પરિષદના મંત્રી અમર આચાર્યને તરત ખ્યાલ આવી ગયો કે બોલવામાં ભૂલ થઇ છે.

તેમણે તરત જ ભૂલ સુધારીને કહ્યું હતું કે, સોરી, સોરી, લોચો લાગી ગયો છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એવું કહીને વાતને વાળી લીધી હતી. પરંતુ જ્યારે અમર આચાર્યએ પોતાની ભૂલ સુધારી લીધી ત્યારે હોલમાં ઉપસ્થિત શ્રોતાઓમાં હાસ્યની છોળો ઉડી હતી અને તાળીઓનો ગડગડાટ થઇ ગયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વાતને હળવાશથી લઇને હસી પડ્યા હતા.

ભાવનગરમાં ABVPના 54માં અધિવેશનનો પ્રારંભ આમ તો 6 જાન્યુઆરીથી પ્રારંભ થઇ ગયો છે અને 8 જાન્યુઆરી સુધી અધિવેશન ચાલવાનું છે, પરંતુ એક સત્રના ઉદઘાટનમાં હાજર રહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, હવે શિક્ષણમાં ખાસ્સો બદલાવ આવ્યો છે અને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ હવે ગુજરાતમાં પણ મળતું થયું છે. હવે શિક્ષણની સાથે સાથે યુવાનો તાલીમ અને રોજગાર મેળવી રહ્યા છે. મુખ્યમંત્રીએ PM મોદીના નામનો ઉલ્લેખ કરતા કહ્યુ હતું કે, પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરેલી સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ અને મુદ્રા યોજનાઓને કારણે આજે યુવાનોને જોબ સિકર નહીં, પરંતુ જોબ ગિવર તરીકેની ક્ષમતા પુરી પાડી છે.

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે, દેશ અને ગુજરાતના યુવાનોને મક્કમ બનાવવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા પણ મહત્ત્વની રહી છે. ABVPએ વ્યકિત નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો માર્ગ અપનાવ્યો છે. સ્વંતત્રતાની ચળવળના ગુમનામ નાયકોના બલિદાનની વાતો પણ ABVPએ લોકો સુધી પહોંચાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp