સુરતની યુનિ.માં ભણતી અફઘાની યુવતીએ MAમાં મેળવ્યો ગોલ્ડમેડલ, તાલિબાનોને સંદેશ

PC: timesofindia.indiatimes.com

અફઘાનિસ્તાનની મહિલા રઝિયા મુરાદીએ ભારતમાં દાખલો બેસાડ્યો છે. તેઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી MA (પબ્લિક એડમિનિસ્ટ્રેશન)માં ગોલ્ડ મેડલિસ્ટ બન્યા છે. તેમની આ જીતે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને જડબાતોડ જવાબ આપ્યો છે.

સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ ગુજરાતમાં અફઘાનિસ્તાનની મૂળ વતની રઝિયા મુરાદીએ કહ્યું, 'હું અફઘાનિસ્તાનની તમામ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરું છું, જે શિક્ષણથી વંચિત છે. હું તાલિબાનોને કહેવા માંગુ છું કે, મહિલાઓને તક મળે તો કોઈપણ ક્ષેત્રમાં સફળ થઈ શકે છે.'

અહીં તમને જણાવી દઈએ કે, રઝિયા મુરાદીએ 6 માર્ચના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના દીક્ષાંત સમારોહમાં MA (પબ્લિક એડમિનિસ્ટ્રેશન)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેણે 8.60 (CGPA) ગ્રેડ સાથે સૌથી વધુ માર્ક્સ મેળવીને MAમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મોરાદી છેલ્લા ત્રણ વર્ષથી અફઘાનિસ્તાનમાં પોતાના પરિવારને મળી શક્યા નથી.

અહીં તમને બતાવી દઈએ કે, રઝિયાએ એપ્રિલ 2022માં MAનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હવે તે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં PHD કરી રહી છે. અફઘાનિસ્તાનથી ભારત આવ્યા પછી, તેણે કોવિડ લોકડાઉનને કારણે ઑનલાઇન મોડ પર પોતાનો અભ્યાસ શરૂ કર્યો. પ્રથમ બે સેમેસ્ટરમાં, તેમના મોટાભાગના વર્ગો અને પરીક્ષાઓ ઓનલાઈન લેવાઈ હતી. ગોલ્ડ મેડલ ઉપરાંત, તેણીએ કોન્વોકેશનમાં શારદા અંબેલાલ દેસાઈ એવોર્ડ પણ જીત્યો છે.

સુવર્ણ ચંદ્રક જીત્યા પછી, રઝિયા મુરાદીએ તાલિબાન પર પ્રહાર કરતા કહ્યું, 'તે શરમજનક છે કે તેઓએ છોકરીઓ અને મહિલાઓને ઔપચારિક શિક્ષણ મેળવવા પર પ્રતિબંધ મૂક્યો છે. મને આ તક આપવા બદલ હું ભારત સરકાર, ICCR, VNSGU અને ભારતના લોકોનો આભાર માનું છું.' અત્રે ઉલ્લેખનીય છે કે, તાલિબાને ઇસ્લામિક કાયદા હેઠળ દેશમાં મહિલાઓ માટે ઔપચારિક શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે.

રઝિયા મુરાદીએ સૂત્રોને જણાવ્યું હતું કે, 'હું મેડલ માટે ખુશ છું, પરંતુ ત્રણ વર્ષથી મારા પરિવારને ન મળી શકવાથી દુઃખી છું. હું ચોક્કસપણે તેમની સાથે ફોન પર વાત કરીશ અને મેડલ જીતવા વિશે કહીશ, તેઓ ખૂબ જ ખુશ થશે.' અહીં તમને બતાવી દઈએ કે, અફઘાનિસ્તાનના લગભગ 14,000 વિદ્યાર્થીઓ હવે, ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) અને અન્ય સંસ્થાઓ પાસેથી શિષ્યવૃત્તિ મેળવ્યા પછી ભારતમાં શિક્ષણ મેળવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp