સુરત પછી નવસારીમાં બીફ સમોસા મળ્યા, ગૌરક્ષકોના આરોપ બાદ પોલીસના દરોડો

PC: navbharattimes.indiatimes.com

સુરતમાં એક વ્યકિતની સમોસામાં ગૌમાંસ વેચવા બદલ ધરપકડ થયા પછી હવે નવસારીમાં પણ બીફ સમોસાનો મામલો સામે આવ્યો છે. પોલીસે જલાલપોરના દાબેલ ગામથી એક વ્યકિતને સમોસામાં ગૌમાસ વેચતા પકડી લીધો છે. આ વાતનો ખુલાસો ગૌરક્ષકો અને પોલીસના દરોડામાં થયો છે. પોલીસે ગૌરક્ષકોના આરોપ પર સમોસાના સેમ્પલ લીધા હતા અને તેને FSLમાં તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.

FSLનો રિપોર્ટ આવી ગયો છે અને તેમાં સમોસમાં ગૌમાસ હોવાની પૃષ્ટિ થઇ છે.પોલીસની તપાસમાં આવ્યું છે કે જે દુકાનમાંથી સમોસામાં ગૌમાસની પૃષ્ટિ થઇ છે ત્યાં છેલ્લાં 4 વર્ષથી ચિકન અને બકરાનુ માંસ સમોસામાં વેચવામાં આવતું હતું. પોલીસ એ વાતની દુકાનદાર સાથે પુછતાછ કરી રહી છે કે તે કેટલાં સમયથી બીફ સમોસા વેચતો હતો?

નવસારી પોલીસે કહ્યુ હતુ કે જમાલપોરના દાબેલ ગામમાં ગૌમાસ વાળા સમોસા વેચવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. એ પછી પોલીસે કાફલા સાથે એ-વન ચિકન બિરયાની નામથી ચાલતી લારી પર દરોડા પાડ્યા હતા.દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા સમોસા ફોરેન્સીક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં ગૌમાંસ હોવાની પૃષ્ટિ થઇ છે. પોલીસે સમોસામાં પ્રતિબંધિત ગૌમાસ વેચવા બદલ અહમદ મોહમંદ સૂજની ધરપકડ કરી છે.

પોલીસે કહ્યું કે તપાસમાં માંસનો સપ્લાય કરનાર એક વ્યકિતનું નામ પણ સામે આવ્યું છે, જે લારી પર માંસ પહોંચાડતો હતો. પોલીસ તેને શોધી રહી છે. પોલીસે કહ્યું કે આરોપીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલાં સુરતના માંગરોળ પંચાયતમાં આવેલા કોસાડી ગામમાં ઇસ્માઇલ યુસુફ નામના વ્યકિતની દુકાનમાંથી પણ બીફ સમોસા મળી આવ્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે ઇસ્માઇલ યુસુફ સમોસામાં ગૌમાંસ ભરીને વેચે છે અને તે આ સમોસા લઇને મોસાલી ચાર રસ્તા પાસેથી પસાર થવાનો છે.પોલીસે માહિતીને આધારે પહેલેથી જ જાળ બિછાવી દીધી હતી. પોલીસે એક રીક્ષાને અટકાવી જેમાં ઇસ્માઇલ બેઠો હતો. પોલીસે તેની પાસેથી 48 સમોસા જપ્ત કર્યા હતા.

પુછપરછમાં ઇસ્માઇલે કબુલાત કરી લીધી હતી કે તે સુલેમાન ઉર્ફે સલ્લૂ અને નગીન વસાવા પાસેથી ગૌમાસ ખરીદીને પછી સમોસા બનાવીને વેચતો હતો.ઇસ્માઇલે પોલીસને કહ્યું હતું કે સુલેમાન અને નગીન વસાવા કોસડી ગામમાં નદી કિનારે ગૌહત્યા કરે છે. ઇસ્માઇલ પાસેથી કબ્જે કરાયેલા સમોસા પણ FSLને ટેસ્ટ માટે મોકલાયા હતા, જેની પણ પૃષ્ટિ થઇ હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp