જૂનાગઢમાં લગ્ન બાદ પતિએ સંબંધ ન બાંધ્યા, પત્ની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી

ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં એક નવપરિણીત યુગલનો અનોખો કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસમાં પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવતી વખતે પત્નીએ કહ્યું છે કે, પતિએ લગ્ન કર્યા છે પરંતુ તેને શારીરિક સંબંધ બાંધવામાં રસ નથી. તેઓ હંમેશા તેનાથી દૂર જ ભાગતો રહે છે અને મને સંતુષ્ટ કરતા નથી. આ અંગે નવપરિણીત યુવતીએ જૂનાગઢ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

જૂનાગઢના મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચેલી આ ફરિયાદમાં જણાવાયું છે કે, આ 23 વર્ષીય પરિણીતાના લગ્ન ફેબ્રુઆરી 2022માં પોરબંદરમાં થયા હતા. આનંદ ઉત્સાહ સાથે થયેલા આ લગ્નના બે અઠવાડિયા પછી જ કન્યાને સમજાઈ ગયું કે, તેના પતિને શારીરિક સંબંધોમાં કોઈ રસ નથી. પત્નીનો આરોપ છે કે, જ્યારે પણ તેણે પતિ સાથે સબંધ બાંધવાની કોશિશ કરી તો તેના પ્રયાસો સફળ ન થયા અને પતિ તેનાથી દૂર જ રહેતો હતો. તેણે કોઈ ઉત્સાહ દર્શાવ્યો ન હતો. નવપરિણીતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિએ લગ્ન તો કર્યા હતા, પરંતુ તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તેને પત્ની તરીકેનો અધિકાર આપ્યો ન હતો. 

નવપરિણીત મહિલાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, જ્યારે તેણે તેના પતિના વર્તનની જાણ તેના સાસરિયાઓને કરી તો, તેઓ તેના પર ગુસ્સે થયા અને તેને ઠપકો આપ્યો અને આ બાબતે વધુ ચર્ચા ન કરવા કહ્યું. જ્યારે તેના પતિને ખબર પડી કે, તેણે તેના માતાપિતાને કહ્યું છે, ત્યારે તેણે કથિત રીતે તેને મારી નાખવાની ધમકી આપી હતી. 

નવપરિણીત પરિણીતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તેની સાસુ દહેજની માંગણી કરતી હતી અને તેના પિતાએ તેને લગ્નની ભેટ તરીકે ખાલી કબાડ જ આપ્યો છે તેવું કહીને મહેણાં ટોણા મારતા હતા. એક વખત તેની સાસુએ તેના પર 200 રૂપિયાની ચોરીનો આરોપ પણ લગાવ્યો હતો અને જ્યારે તેણે વિરોધ કર્યો તો તેના પતિએ તેને માર માર્યો હતો. નવપરિણીત મહિલાનું કહેવું છે કે, આ કારણે તે હવે જૂનાગઢમાં તેના માતા-પિતાના ઘરે રહે છે. 

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.