દૂધની ચોરી બાદ હવે ટામેટા પણ ચોરાયા, સુરતની કાપોદ્રા માર્કેટમાંથી ટામેટાની ચોરી

PC: twitter.com

હાલ શાકભાજીના ભાવ આસમાને ચાલી રહ્યા છે. દેશના દરેક ઘરના રસોડામાં રોજ વપરાતા એવા ટામેટાના ભાવ આસમાને પહોંચી જતાં ટામેટાની ચોરી જેવી ઘટના બની રહી છે. થોડા દિવસ પહેલા વરાછા વિસ્તારમાંથી બટાકાની ચોરીની ઘટના સામે આવી હતી અને હવે ટામેટાની પણ ચોરી થઇ રહી છે. કાપોદ્રા શાકભાજી માર્કેટમાંથી 150 કિલોગ્રામ જેટલા ટામેટા ચોરાયાની ઘટના બની છે. માર્કેટમાં ચોરી કરી રહેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. આ ઘટના બાદ પોલીસ ફરિયાદ કરાઇ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે હવે શાકભાજી ચોરોની પાછળ દોડવું પડશે.

શાકભાજી ચોરો પણ એવા શાકભાજીને ટારગેટ બનાવે છે. જેની કિંમત બજારમાં આસમાને પહોંચી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓની પણ હવે ચોરી થવા લાગી છે. સુરતમાં થોડા દિવસ પહેલા જ મોટા વરાછામાંથી 17 જેટલી બટાકાની ગુણ ચોરાઇ હતી અને કાપોદ્રામાંથી પણ એક શાકભાજીની ચોરીની ઘટના સામે આવી છે, જે ટામેટાની ચોરીની છે. સુરતમાં કાપોદ્રામાં આવેલા અક્ષર ડાયમંડ નજીક આવેલા માર્કેટમાંથી ટામેટા અને લસણની ચોરીની ફરિયાદ કરવામાં આવી છે. દુકાન માલિક સવારે ઘરે આવ્યો તો ટામેટાની 3 ગુણ ગાયબ હતી ત્યાર બાદ પોલીસ મથકમાં તેણે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

કાપોદ્રા માર્કેટમાંથી ટામેટાની ચોરી તો થઇ જ છે પણ અન્ય શાકભાજી પણ ચોરાયા હોવાનું સામે આવ્યું છે. વેપારીને શાકભાજીની ચોરી થઇ હોવાનું ભાન થતાં માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા તપાસ કરવામાં આવી હતી. કેમેરા ખંગાળતા એક વ્યક્તિ ટામેટાની ચોરી કરતો કેમેરામાં કેદ થઇ ગયો હતો. માર્કેટમાંથી ચોર લગભગ 150 કિલો જેટલા ટામેટા ચોરી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ટામેટાની સાથે સાથે રીંગણ અને લસણ જેવા અન્ય શાકભાજી પણ ચોરી ગયો હોવાનું અનુમાન લાગી રહ્યું છે. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે ફરિયાદ નોંધી છે અને પોલીસે ચોરને પકડા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

હાલ ટામેટા અને અન્ય શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે, સામાન્ય લોકો ટામેટા ખરીદવા પહેલા 100 વખત વિચારી રહ્યા છે અને બીજી બાજુ શાકભાજીની ચોરી જેવી ઘટના સામે આવી રહી છે અને શાકભાજીના વેપારીઓ નુકસાન વેઠી રહ્યા છે. શહેરમાં શાકભાજીની ચોરી જેવી ઘટનાઓને પગલે પોલીસે કામગીરી હાથ ધરી છે. પોલીસ પાસે હવે શકાભાજીના ચોરોને શોધવા જેવા કામ રહી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp