અમદાવાદના રસ્તા પર ખૂલ્લેઆમ ફાયરિંગ કરનાર જાણો કોણ નિકળ્યો

PC: Khabarchhe.com

ગુજરાતના અમદાવાદમા આવેલા મણિનગરના એક જ્વેલરી શો-રૂમમાં લોકોની સતર્કતાને કારણે જરા વારમાં કરોડો રૂપિયાની લૂંટ થતા બચી ગઇ હતી. પિસ્તોલ લઇને ઝવેરીના શો-રૂમમાં લૂંટના ઇરાદે ઘુસેલા લૂંટારાને લોકોએ લૂંટ કરે તે પહેલાં જ દબોચી લીધો હતો, જો કે ગભરાઇ ગયેલા લૂંટારાએ એક રાઉન્ડ ફાયરીંગ પણ કરી દીધુ હોવાનું જાણવા મળ્યું છે.જો કે કોઇ જાનહાની કે લૂંટની ઘટના બની નથી તેથી બધાએ હાશકારો અનુભવ્યો છે. પકડાયેલો આરોપી પોતાને ભારતીય આર્મીનો જવાન હોવાનું કહી રહ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે.

જાણવા મળેલી વિગત મુજબ મણીનગરમાં એક ઝવેરીની દુકાનમાં પિસ્તોલ સાથે એક લૂંટારુ ઘુસી ગયો હતો,જ્વેલર્સે લૂંટારુનો પ્રતિકાર કરતા અને બુમાબુમ કરી મુકતા લૂંટારુ ભાગી છુટ્યો હતો. સ્થાનિક લોકો તેને પકડવા દોડ્યા ત્યારે તેણે એક રાઉન્ડ ફાયરીંગ કરી દીધું હતું, જો કે સદનસીબે ગોળી કોઇને વાગી નહોતી, લોકોએ હિંમત કરીને લૂંટારુને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો.

પોલીસની પુછપરછમાં આરોપીએ કહ્યું હતું કે તે મૂળ જયપુરનો રહેવાસી છે અને છેલ્લાં 5 વર્ષથી ભારતીય સેનામાં જવાન તરીકે ફરજ બજાવે છે. હાલ તેનું પોસ્ટિગં જમ્મુ-કાશ્મીરમાં હોવાનો આરોપીએ દાવો કર્યો છે.પોલીસે કહ્યું હતું કે, આરોપીનું નામ લોકેન્દ્ર શેખાવત હોવાનું તેણે કહ્યું છે.આરોપીએ પોલીસને કહ્યુ હતું કે તેના માથે દેવું વધી જવાને કારણે તે લૂંટ કરવાના ઇરાદે અમદાવાદ આવ્યો હતો.

પોલીસની પુછપરછમાં આરોપીએ કહ્યું હતું કે તે ગઇ કાલે સાંજે જયુપરથી ટ્રેન મારફતે અમદાવાદ આવ્યો હતો અને એ પછી અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયો હતો. આરોપીએ કહ્યું કે તેણે દિવસ ભર રેકી કરી હતી અને સાંજે ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેની પાસેની પિસ્ટોલ વિશે જ્યારે પોલીસે પુછ્યું તો તેણે રસ્તામાંથી મળી હોવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ પોલીસને આરોપી પર શંકા છે.

Rishabh Pant Accident: What eye-witness said who rescued Pant, reveals  chilling details - Rishabh Pant Accident: What eye witness said who rescued  Pant, reveals chilling details -

પોલીસે અત્યારે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી પિસ્તોલ અને 3 કારતૂસ જપ્ત કરી લેવામાં આવ્યા છે. પોલીસ આરોપીના આર્મી સેવાના દાવાની પણ તપાસ કરશે. આરોપી વિરુદ્ધ લૂંટનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિતની કલમો લગાનીને પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસ, ઝવેરી અને સ્થાનિક લોકો તમામ માટે એ વાતનો હાશકારો હતો કે ઝવેરીની દુકાનમાંથી કશું લૂંટાયું નથી અને કોઇ જાનહાની થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp