- Central Gujarat
- અમદાવાદના હાઇટેક ચોર, 500થી વધુ લક્ઝરી કાર ચોરનાર પકડાયા, પ્લેનમાં જઈને...
અમદાવાદના હાઇટેક ચોર, 500થી વધુ લક્ઝરી કાર ચોરનાર પકડાયા, પ્લેનમાં જઈને...
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 500 કરતા વધુ લક્ઝરી ગાડીઓની ચોરી કરનારી ગેંગનો પર્દાફાસ કર્યો છે. ગેંગના બે લોકોની ધરપકડ કરવા સાથે જ 10 ગાડીઓને જપ્ત કરી લીધી છે. આરોપીઓની ઓળખ મેરઠના રહેવાસી અશરફ સુલ્તાન અને રાંચીના રહેવાસી ઇરફાન ઉર્ફ પિન્ટુના રૂપમાં થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ દિલ્હી, રાજસ્થાન, બંગાળ જેવા રાજ્યોના રહેવાસી લોકો સાથે મળીને ગેંગ બનાવી. આ ગેંગ જરૂરિયાતના હિસાબે લક્ઝરી ગાડીઓની ચોરી કરતી હતી.

આ લોકો ગાડીઓનો સિક્યોરિટી કોડ લેપટોપથી ડીકોડ કરતા હતા. પછી ચોરી કર્યા બાદ એન્જિન અને ચેચિસ નંબર બદલી દેતા હતા. ગેંગના સભ્ય આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યોના RTOની મદદથી ચોરીની ગાડીઓની NOC લઈને પાસિંગ કરાવતા હતા. આરોપી પિન્ટુ સ્ક્રેપનો ધંધો કરતો હતો. તે હવાઈ જહાજથી અન્ય રાજ્યમાં જઈને ચોરી કરેલી ગાડીઓની ડીલ કરતો હતો. ત્યારબાદ અશરફ ગાડી બીજા રાજ્ય સુધી પહોંચાડતો હતો.
હવાઈ સફર અને અન્ય રાજ્યમાં રોકવા સુધીનો ખર્ચ ગાડીઓ ખરીદનારાઓ પાસે વસૂલવામાં આવતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે, ધરપકડ થયેલા આરોપો અને તેની ગેંગ છેલ્લા 5 વર્ષથી ગાડીઓની ચોરી કરી રહી હતી. આ ગેંગ અત્યાર સુધી 500 કરતા વધુ ગાડીઓ ચોરી કરી ચૂકી છે. જપ્ત કરવામાં આવેલી 9 ગાડીઓ દિલ્હી અને એક ઉત્તર પ્રદેશમાં રજિસ્ટર્ડ હતી. આ ગાડીઓના માલિકોએ FIR પણ નોંધાવી હતી. આ ગેંગ જરૂરિયાતના હિસાબે ગ્રાહકો સુધી ગાડીઓની તસવીરો વૉટ્સએપ પર મોકલતી હતી.

એડવાન્સ પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી. ક્રાઇમ બ્રાન્ચને અન્ય ચોરી થયેલી ગાડીઓ બાબતે તપાસ દરમિયાન ખબર પડી છે. તેમાંથી કેટલીક ગાડીઓ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પહોંચાડવામાં આવી છે. હવે આગળની તપાસ માટે બંને આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દિલ્હી પોલીસને સોંપશે. આગામી દિવસોમાં દિલ્હી પોલીસની તપાસમાં અન્ય ચોરી થયેલી ગાડીઓ અને રાજ્યોના RTOની મિલીભાગતનો પર્દાફાસ થાય તેવી સંભાવના છે. આ આરોપીઓ પોતાના ટ્રાવેલિંગ ચાર્જ જેમાં રહેવા અને જમવાનો ખર્ચ વસૂલતા હતા. આ પ્રકારે ગેંગ દ્વારા 500થી વધુ લક્ઝરી ગાડીઓ ચોરી કરી છે. જેમાં ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો, ક્રેટા, બ્રેઝા અને અલ્કઝાર જેવી ગાડીઓનો સામેલ છે.

