અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતીઓ, આગામી 36 કલાક કાળજી રાખજો, ભારે વરસાદ પડશે

જો હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ફરી એકવાર  વરસાદની આગાહી કરીને ગુજરાતના લોકોની ચિંતા વધારી દીધી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી 36 કલાકમાં  દેમાર વરસાદ પડી શકે છે, એટલે આટલો સમય ખાસ કાળજી રાખજો, તેમણે કહ્યું કે જુલાઇ મહિનામાં લો પ્રેસર અને ડિપ્રેશનની સંભાવના છે.

ગુજરાતમાં ચોમાસું દર વખતની સરખામણીએ આ વખતે મોડું શરૂ થયું હતું, પરંતુ 25 જૂન પછી વરસાદ એકધારો વરસી રહ્યો છે અને જેને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મૂશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યુ કે હજુ 12 જુલાઇ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે.તેમાં પણ 10 તારીખે મેઘરાજાની વધારે તોફાની બેટીંગ રહેવાની આશંકા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. તેમણે આગાહી કરતા કહ્યું છે કે 10 જૂને દ્વારકા, પોરબંદર,જૂનાગઞ, પોરબંદર, વેરાવળ, અમરેલી, ભાવનગર જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે વરસાદનું વહન પશ્ચિમ ઘાટને તરબોળ કરી શકે છે. તેમણે કહ્યું કે 10 જૂને ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગો, પંચમહાલના પણ કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે કહ્યુ કે, 15 જુલાઇએ બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઉભુ થશે જે ઉત્તર અને પૂર્વ ભારતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ લાવશે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. 15 જૂન અને તે પછી 17થી 20 જૂલાઇ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મેહુલિયાનું આગમન ચાલું રહેશે.

હવામાનના જાણકાર પટેલે આગળ કહ્યું કે, 20 મી પછી ચોમાસાનું જે વહન આવી રહ્યું છે, તે ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે, જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે. ગંગા-જમુનાની સપાટીમાં પણ વધારો થશે. તેમણે કહ્યું કે, ઉત્તર ભારતની નદીઓમાં પૂર આવી શકે છે, એટલે  20મી તારીખનું લો પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાઇ જાય તો નવાઇ નહીં.

અંબાલાલ પટેલની આગાહી છે કે, આગામી 36 કલાકમાં બનાસકાંઠા, પાલનપુર, રાંધનપુર, કાંકરેજ,થરાદ, મહેસાણામાં ભારે વરસાદ પડશે.બનાસકાંઠાની નદીઓમાં પૂર આવી શકે છે. આગામી 48 કલાકમાં સાવલી, વડોદરા,જંબુસર, અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યુ કે, 9-10 તારીખ પછી ચોમાસાનું વહન ઘટશે, પરંતુ આગામી 36 કલાક ખાસ કાળજી રાખવી પડશે.

જો કે અંબાલાલ પટેલે રાહત આપનારી વાત એ પણ કરી છે કે બેક ટૂ બેક લો પ્રેશર બની રહ્યું છે જે ગુજરાત માટે સારું ચોમાસું લઇને આવશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.