બિપરજોયનું સંકટ ટળ્યું ત્યાં અંબાલાલ પટેલે બીજી આગાહી કરીને ટેન્શનમાં લાવી દીધા

On

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આકાશી આફતની આગાહી કરી છે જે ખેડુતો માટે ચિંતા ઉભી કરનારી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, ગુજરાતાં 21 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે.

હજુ તો ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડોનું સંકટ માંડ ટળ્યું છે ત્યાં ફરી એક વખત હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતના આકાશમાંથી વધુ એક આફત આવવાની આગાહી કરતા ખેડુતોમાં ચિંતા ફેલાઇ ગઇ છે. સાથે સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં ક્યારથી સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે તેના વિશે પણ વાત કરી છે

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતાં 21 જૂનથી વિધીવત રીતે ચોમાસાની શરૂઆત થશે. સાથે તેમણે એક ચોંકાવનારી આગાહી એ કરી છે કે રાજ્યમાં ભારે વરસાદને કારણે જાનમાલને નુકશાન થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, મૃગશેષ નક્ષત્રમાં વરસાદ થવાને કારણે વાવેતર કરેલા પાકમાં કાતરા પડવાની સંભાવના છે, જેની સાયરલ 27 દિવસ ચાલશે.

કાતરા એટલે  અંગ્રેજીમાં Caterpillar તરીકે ઓળખાતી ઇયળ. આ ઇયળ કૃષિમાં જંતુ તરીકે માનવામાં આવે છે. આ ઇયળ ફળો અને ખેત પેદાશોને ભારે નુકશાન પહોંચાડે છે કાતરા જીવજંતને એકદમ ખાઉધરા માનવામાં આવે છે અને આખે આખા ઉભા પાકને કોરી ખાય છે. સાથે અંબાલાલ પટેલે કહ્યું કે રાજસ્થાનના રણમાં તીડની ઉત્પત્તિ થવાની પણ સંભાવના છે,જેની પણ ગુજરાત પર અસર થઇ સકે છે. તેમણે કહ્યુ કે, અષાઢ સુદ બીજ રથયાત્રાના દિવસે વાદળો રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાનં કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવો મળ્યો છે. અરબ સાગરમાંથી ઉભા થયેલા ચક્રવાતને કારણે કેરળમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થયો હતો. વરસાદ વચ્ચે વાવાઝોડું વિઘ્ન આવી જતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે.

જો કે તેમણે એક સારી વાત એ કરી છે કે આગામી જુલાઇ મહિના સુધી વરસાદ ચોમાસાની પેટર્ન મુજબ જ પડશે. આ વર્ષે પુરતો વરસાદ પડવાની પણ સંભાવના તેમણે વ્યકત કરી છે. તેમણે કહ્યુ કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત  ટળી ગઇ છે, પરંતુ  હજુ પણ તેની અસરના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવે ચોમાસાનો માર્ગ મોકળો બનશે.

અંબાલાલ પટેલે કહ્યુ કે, ગુજરાતમાં વિધિવત ચોમાસું 21 જૂનથી બેસશે, પરંતુ 26 જૂન પછી ચોમાસું સક્રીય બનશે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.