- Central Gujarat
- AMCએ લાયસન્સ ફી વધાર્યા વગર સ્પોર્ટ્સ કોમ્પલેક્સને 10 વર્ષ માટે આપી દીધું
AMCએ લાયસન્સ ફી વધાર્યા વગર સ્પોર્ટ્સ કોમ્પલેક્સને 10 વર્ષ માટે આપી દીધું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ આખરે મણીનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સ્પોર્ટસ કોમ્પલેક્સની વિવાદીત દરખાસ્તને મંજૂરીની મહોર મારી દીધી છે. AMCએ આ સ્પોર્ટસ કોમ્પલેક્સને PPP ધોરણે ચલાવવા માટે એક કંપનીને કોન્ટ્રાક પર આપી દીધું છે અને તે પણ વાર્ષિક લાયસન્સ ફીમાં વધારો કર્યા વગર.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીની ગુરુવારે મળેલી બેઠકમાં મણીનગરમાં કરોડા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્સની દરખાસ્ત મંજૂર કરીને સેવન સ્ટાર સ્પોર્ટસને 10 વર્ષ માટે PPP ધોરણે કોન્ટ્રાક્ટ પર ચલાવવા આપી દીધું છે.

સેવન સ્ટાર કંપની AMCને દર વર્ષે 20.20 (પ્લસ GST) લાયસન્સ ફી તરીકે ચૂકવશે. નવાઇની વાત એ છે કે 10 વર્ષ સુધી લાયસન્સ ફીમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. સેવન સ્ટાર AMCને આ જ નક્કી કરાયેલી ફી 10 વર્ષ સુધી ચૂકવશે.
આશ્ચર્યની વાત એ છે AMCએ અગાઉ જેટલા PPP હેઠળ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તેમાં વાર્ષિક ધોરણે અથવા 3 વર્ષે લાયસન્સ ફીમાં વધારો કરે છે, પરંતુ સેવન સ્ટાર પર AMCને એટલો પ્રેમ ઉભરાઇ ગયો કે કોઇ પણ ફી વધારા વગર 10 વર્ષ માટે કરોડાના ખર્ચે બનેલું સ્પોર્ટસ કોમ્પલેક્સ ચલાવવા આપી દીધું.
મણીનગર વિસ્તારમાં બનેલા આ નવા સ્પોર્ટસ કોમ્પલેક્સ માટે PPP ધોરણે ચલાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં 4 કંપનીઓ ટેન્ડરમાં ભાગ લીધો હતો. આ 4 દરખાસ્તમાં તૃપ્તિ ક્રિએશન એન્ડ હોસ્પિટાલિટી કંપનીની દરખાસ ડિસક્વોલીફાઇડ થઇ ગઇ હતી અને બાકીની 3 કંપનીઓ વચ્ચે હરિફાઇ હતી, જેમાં સેવન સ્ટાર કંપનીએ 20,20 લાખ રૂપિયાની સૌથી ઉંચી બીડ ભરી હતી જે મંજૂર કરવામાં આવી.

